અમરેલી

અમરેલી જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા આયુષ સોસાયટી ગવર્નિંગ બોડીની બેઠક યોજાઈ

અમરેલી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા આયુષ સોસાયટી ગવર્નિંગ બોડીની બેઠક યોજાઈ હતી.

જિલ્લા આયુષ સોસાયટીના વિવિધ મુદ્દાઓ અન્વયે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા વાર્ષિક એકશન પ્લાન ૨૦૨૫-૨૬ મંજૂર કરવામાં આવ્યો હતો.

જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યાના વરદ્ હસ્તે આયુષ કેલેન્ડરનું વિમોચન કરવામાં આવ્યુ હતુ.

બેઠકમાં, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા અને અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા, તેમ અમરેલી જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રીએ એક યાદીમાં જણાવ્યુ છે.

Related Posts