ભાવનગર ખાતે જિલ્લા વિકાસ અધિકારી અને ઈ.ચા. કલેક્ટરશ્રી હનુલ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા
સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા ફરિયાદ સમિતિને મળેલ અરજીઓ અને તુમારોના નિકાલ, વસુલાતની સમીક્ષા, પેન્શન
કેસો, કોન્સોલિડેટેડ માહિતી, નાગરિક સુવિધા કેન્દ્ર હેઠળ પ્રાપ્ત અરજીઓ તેમજ ‘સ્વાગત’ કાર્યક્રમ અંતર્ગત રજૂ
થયેલા પ્રશ્નો અને મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.પ્રજાજનોના પ્રશ્નોને પ્રાથમિકતા આપી
સમયમર્યાદામાં નિકાલ કરવા તેમજ જિલ્લામાં ચાલી રહેલા વિકાસકાર્યોને ઝડપી પૂર્ણ કરવા ઈ.ચા. જિલ્લા
કલેક્ટરશ્રીએ તાકીદ કરી હતી.
જિલ્લા સેવા સદનના આયોજન ખંડ ખાતે યોજાયેલી આ બેઠકમાં નાયબ વન સંરક્ષક શ્રી વાય. એ. દેસાઈ,
નિવાસી અધિક કલેકટર શ્રી એન. ડી. ગોવાણી સહિત સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા
ભાવનગર ખાતે જિલ્લા વિકાસ અધિકારી અને ઈ.ચા. કલેક્ટર હનુલ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ


















Recent Comments