ભાવનગર

ભાવનગર ખાતે નિવાસી અધિક કલેકટર એન. ડી. ગોવાણીના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ

આજે ભાવનગર કલેકટર કચેરીના સભાખંડ ખાતે નિવાસી અધિક કલેકટર શ્રી એન. ડી. ગોવાણીના
અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની ૬૫ મી બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી એન. ડી. ગોવાણીએ ગત બેઠકની કાર્યવાહી નોંધને બહાલી
આપવાની સાથે ભાવનગરના મહુવા તાલુકાના ચોકવા ગામે અંદાજીત રૂ. ૯.૭૩ લાખના ખર્ચે ૧.૯૦ લાખની ક્ષમતા
ધરાવતાં સ્ટોરેજ સંપ બનાવવાના કામને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. તેમજ “હર‌ ઘર જલ”
સર્ટિફિકેશનની કામગીરી, બાકી ઓડીટ, પાણી વેરા વસુલાત, પાણી પુરવઠાને લગતી ફરિયાદોનું કરવામાં આવેલ
નિવારણ સહિત વાસ્મો અંતર્ગત ચાલી રહેલી યોજનાકીય કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જયશ્રીબેન જરુ, વાસ્મોના યુનિટ મેનેજર શ્રી આર.
વી. ડોંડા, સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર શ્રી આશિષભાઈ બાલધિયા, SBM-Gના ડિસ્ટ્રીક્ટ કો ઓર્ડીનેટર શ્રી
અચ્યુતભાઈ રાજ્યગુરુ સહિત સમિતિના અમલીકરણ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts