ભાવનગર

ભાવનગર ખાતે જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર કલેક્ટર કચેરી ખાતે આજે જિલ્લા કલેકટર શ્રી ડૉ.મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી
કાઉન્સિલની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ જિલ્લા માર્ગ સલામતી સમિતિ દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા
કરવાની સાથે નેશનલ હાઇવે પર અનધિકૃત પાર્કિંગ, મિડિયન કટ કરનારા લોકો પર કાયદાકીય કાર્યવાહી કરવા,
લોકો‌ તરફથી મળેલી રજૂઆતોને ધ્યાને લઇ યોગ્ય કાર્યવાહી કરવાં સંબંધિત અમલીકરણ અધિકારીઓને સુચના
સાથે જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.
આર. ટી. ઓ. ઓફિસરશ્રીએ સંબંધિત વિભાગો દ્વારા કરેલ કામગીરીના અહેવાલ અંગે ચર્ચા કરી હતી.
આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડૉ. નીતીશ પાંડેય, નિવાસી અધિક કલેક્ટરશ્રી એન. ડી. ગોવાણી,
રોડ સેફ્ટી ટ્રેઇનર શ્રી અજયસિંહ જાડેજા સહિત સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts