ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) એટલે કે મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ
અંતર્ગત ભાવનગર કલેકટર કચેરી વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી ડૉ. મનીષ
કુમાર બંસલની અધ્યક્ષતામાં સોશિયલ મીડિયા કમિટી તથા નોડલ અધિકારીશ્રીની બેઠકનું આયોજન કાવ્યમાં આવ્યું
હતું.
બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી ડૉ. મનીષ કુમાર બંસલ દ્વારા જિલ્લા કક્ષાની મીડિયા ટીમ દ્વારા
કરવાની કામગીરી, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) નો પ્રચાર પ્રસાર, સોશિયલ મીડિયામાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ
રિવિઝન (SIR) અંતર્ગત આવતી માહિતી અંગેની કામગીરી અંગે જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત વનરેબલ,
આઈ. ટી. અને કંટ્રોલ રૂમ અંગેની માહિતી મેળવીને તેમની કામગીરીનો રિવ્યું કરવામાં આવ્યો હતો.
બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આર. એન. ચૌધરી તેમજ જિલ્લાના નોડલ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા
હતા.
મતદારયાદી ખાસ સઘન સુધારણા (SIR) સંદર્ભે સોશિયલ મીડિયા કમિટી તથા નોડલ અધિકારીની બેઠક યોજાઇ





















Recent Comments