રાહત નિયામકશ્રી અધ્યક્ષસ્થાને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-જીઈર્ંઝ્ર ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે સંબંધિત વિભાગોની તૈયારી અંગે સમીક્ષા કરી તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપવામાં આવી હતી.
આ બેઠકમાં ૈંસ્ડ્ઢ ના અધિકારીશ્રીએ રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો છે. આગામી સપ્તાહમાં સમગ્ર રાજ્યમાં વિવિધ વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. આ સંદર્ભે સંબંધિત વિભાગો સાથે જરૂરી ચર્ચા કરી સંભવિત જાેખમો સામે એલર્ટ રહેવા જણાવ્યું છે.
એન.ડી.આર.એફ.ના અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, રાજયમાં ભારે વરસાદની કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે એન.ડી.આર.એફ. તથા એસ.ડી.આર.એફ.ની કુલ ૩૪ ટીમો જિલ્લા કક્ષાએ ડિપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત ૨ ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
આ બેઠકમાં સિંચાઇ વિભાગના અધિકારીશ્રી દ્વારા રિઝિયન વાઈઝ સ્ટોરેજની સ્થિતિ વિશે માહિતી આપી હતી. જે મુજબ રાજ્યના ૨૦૬ જળાશયો પૈકી ૧૫ જળાશયો હાઇએલર્ટ, ૧૨ જળાશયો એલર્ટ પર તથા ૧૧ જળાશયો વોર્નિંગ પર છે.
ય્જીઇ્ઝ્ર અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં વરસાદની સ્થિતિને લઈને હાલમાં સુરત અને ભરૂચ જિલ્લામાં બસના રૂટ પ્રભાવિત હોવાથી વૈકલ્પિક રૂટ શરૂ કરવામાં આવ્યા છે.
આ બેઠકમાં ઝ્રઉઝ્ર- મહી અને તાપી ડિવીઝન, વન, આરોગ્ય, ઊર્જા, ય્જીઇ્ઝ્ર, યુ.ડી.ડી, પંચાયત, પશુપાલન, ૈંજીઇર્ં, ફીશરીઝ, વિભાગના નોડલ અઘિકારીશ્રીઓ હાજર રહ્યાં હતા.
રાહત નિયામકના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર જીઈર્ંઝ્ર ખાતે વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ

Recent Comments