અમરેલી

સાવરકુંડલા તાલુકામાં કૃષી સહાયના ફ્રોર્મ ભરવામાં ખેડુતોને મુશ્કેલીઓ ન પડે 79 ગામોના ઈગ્રામ કેન્દ્રના વી.સી.ઈ.ની મિટિંગ યોજાઈ

તાજેતરમા પડેલા કમોસમી ભારે વરસાદથી ખેડૂતોના પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામેલ જેઅંગે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય ચૂકવવા ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળાની ચૂચનાથી સાવરકુંડલા તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઈ કાછડીયાની અધ્યક્ષતામાં સાવરકુંડલા તાલુકાના 79 ગામોના ઈગ્રામ કેન્દ્રોના વી.સી.ઈ.ની એક ખાસ મીટીંગ તાલુકા પંચાયત કચેરીના મિટિંગ હોલ ખાતે રાખવામાં આવેલ હતી.
સાવરકુંડલા તાલુકાના તમામ ગામે ગ્રામ પંચાયત કચેરીએ વીસીઈ દ્વારા ખેડૂતોને 7, 12 અને 8અ ના દાખલાઓ કાઢી આપી તેમનું સ્થળ ઉપરજ ઓનલાઇન કૃષી સહાયનું ફોર્મ ભરી આપવું, ખેડૂત, ખાતેદારોને જરૂરી સહયોગ આપવો, અસરગ્રસ્ત ખેડૂતો સુધી તાત્કાલિક સહાય પહોંચાડી શકાય, ઈગ્રામ વી.સી.ઈ. દ્વારા ભરેલા ફોર્મની પ્રિન્ટ કાઢી કોપી અરજદાર ખેડૂતને આપવી, ખેડુતો સાથે શાંતિ વાળું વર્તન કરવું, ખેડૂતોને ડોક્યુમેન્ટ એકઠા કરવામાં મદદ કરવી વગેરે બાબાતોની ગ્રામ પંચાયત કચેરીના ઓપરેટરો સૂચના આપવામાં આવી હતી આતકે સાવરકુંડલા તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઈ કાછડીયા, તાલુકા વિકાસ અધિકારી જીગ્નેશભાઈ વાઘાણી, આસી.તાલુકા વિકાસ અધિકારી રફીકભાઈ જાદવ, તાલુકા વિસ્તરણ અધિકારી તુષારભાઈ ત્રિવેદી, ઈગ્રામ ટી.એલ.ઈ. સંજયભાઈ પંડ્યા, ઓઢભાઈ ભુકણ તાલુકા ઓપરેટર વિશાલભાઈ જેઠવા સહિતના અધિકારીઓ, ટેક્નિકલ ટીમ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts