-ભાવનગર, અમરેલી, બોટાદ આ ત્રણેય જીલ્લાના ઉપક્રમે દર વર્ષે ગાંધી મેળાનું આયોજન થતું હોય છે. પૂજ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું અવસાન તા. ૩૦/૦૧/૧૯૪૮માં થયું ત્યાર પછીના ૧૨ દિવસ શ્રાધ્ધ દિન તરીકે મનાવવામાં આવે છે.
તેના અનુસંધાને તા. ૭-૮ ફેબ્રુઆરી ૨૦૨૬ ( શનિ-રવિ ) ગાંધી મેળાનું આયોજન શ્રી કુંડલા તાલુકા ગ્રામ સેવા મંડળ – સાવરકુંડલા મુકામે યોજાયેલ રહેલ છે. આ મેળાના આયોજન અંગે તા.૦૮/૧૨/૨૦૨૫ ને સોમવારના રોજ શ્રી કુંડલા તાલુકા ગ્રામ સેવા મંડળના પ્રમુખ આદરણીય મુરબ્બી શ્રી હિંમતભાઈ ગોડાના પ્રમુખ સ્થાને બેઠક યોજાયેલ. જેમાં ભાવનગર, અમરેલી. બોટાદ આ ત્રણેય જીલ્લાઓમાં ખાદી અને ગ્રામોધોગનું કામ કરતી. સંસ્થાઓ તથા નઈતાલીમની સંસ્થાઓ માંથી જે તે સંસ્થાના પ્રતિનિધિઓ હાજર રહેલા. આ ગાંધી મેળાની અંદર ગાંધીજીને ગમતી પ્રવૃતિઓ તથા ગાંધી વિચારો વિષે બોલતા સારા વક્તાઓને બોલાવામાં આવશે. આ ગાંધી મેળાના બંને દિવસો દરમિયાન ખાદી ગ્રામોધોગ તથા શેક્ષણિક સંસ્થા દ્વારા એક સ્ટોલના રૂપે નીદર્શન તથા પ્રદર્શન ગોઠવવામાં આવેલ છે. તેમજ રચનાત્મક સંસ્થાઓના કાર્યકર્તાઓનું પ્રશિક્ષણનું કામ પણ ગાંધી મેળા દરમિયાન થશે. સાથો સાથે તા. ૭ ફેબ્રુઆરી ૨૦૨૬ શનિવાર રાત્રીના એક ભવ્ય લોકડાયરાનું આયોજન કરવા માં આવેલ છે. આથી સાવરકુંડલા શહેર તથા તાલુકાની જાહેર જનતાને તથા શાળા કોલેજના વિદ્યાર્થીઓને ગાંધીમેળાના આ બંને દિવસોમાં લાભ લેવા શ્રી કુંડલા તાલુકા ગ્રામ સેવા મંડળ-ખાદી કાર્યાલય-સાવરકુંડલા નિમંત્રણ પાઠવે છે.


















Recent Comments