fbpx
અમરેલી

ઔદ્યોગિક એકમો અને દરિયાઇ કાંઠા વિસ્તારોમાં આપત્તિ સર્જાય તે અગાઉ રાખવાની સાવચેતી અને તૈયારીઓના આયોજન અર્થે બેઠક યોજાઇ

 રાજય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલા ઔદ્યોગિક સંસ્થાઓ હોય તેવા સ્થળો અને દરિયાઇ કાંઠો ધરાવતા વિસ્તારોમાં કેમિકલ ડિઝાસ્ટર કે અન્ય આપત્તિ સર્જાય તો તેવા સમયે હાથ કરવાની કાર્યવાહી અને તે માટેની તૈયારી તેમજ વિવિધ કચેરીઓના આંતરિક સંકલન અર્થે આગોતરી તૈયારી કરવાના ભાગરુપે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા વિડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક રાખવામાં આવી હતી.

દરિયાઇ વિસ્તારમાં થતી વનસ્પતિ અને તે વનસ્પતિને નુકશાન થાય તો તેના નિકાલ, પ્લાસ્ટિક કે અન્ય ચીજવસ્તુઓ હોય તો તેનો નિકાલ અને સફાઇ, પીવાના પાણી, વીજળી, વીજળી ન હોય તો મોબાઇલ જનરેટર સહિત પ્રાથમિક સુવિધાઓ વિશે આગોતરું આયોજન થઇ શકે તે માટે વિવિધ કચેરીઓનું સંકલન અને પરામર્શ કરવામાં આવ્યો હતો.

આવી આપત્તિ આવે તેવા સંજોગોમાં કાર્યવાહી કરનારાઓને હાથ-પગના રક્ષણ માટેના ગ્લોવ્ઝ, બુટ, માસ્ક અને રક્ષણાત્મક જેકેટ સહિતની ચીજવસ્તુઓ આપવી. સેવાભાવી સંસ્થાઓનો સહકાર અને મદદ મેળવવી. આપત્તિની ઘટના બને ત્યારે બાળકો, સ્ત્રીઓ, દિવ્યાંગ, બિમાર વ્યક્તિઓ હોય તો તેમને સ્થળાંતરિત કરવા.  નાગરિકોને સ્થળાંતરિત કરવામાં આવે તેવા સ્થળોએ જવાબદારી અને ફરજ સોંપવી. માર્ગ પર ટ્રાફિક ન થાય તે માટે જરુરી કાર્યવાહી હાથ ધરવી.

સ્થળની સ્થિતિ હોય તે મુજબ ચોપરને લેન્ડ કરવું, વૈકલ્પિક માર્ગ પસંદ કરવાનો થાય તો તેવા માર્ગ અને પગદંડી હોય અને માર્ગ ન હોય તેવા રસ્તાઓ હોય તો તેને વિશે વિગતો એકઠી કરવી.આવી સ્થિતિમાં નાગરિકો જાગૃત્ત રહે અને બચાવકાર્યના સહકાર માટે આગળ આવે, અફવાઓ ન ફેલાય અને અફવાઓ હોય તો તે અફવાઓની સામે ખરી હકીકત અને વિગતો નાગરિકોને મળી રહે. નાગરિકોને રાખવાની સાવચેતી અને કાળજીના પગલાઓ જાહેર કરવામાં આવે. 

વિવિધ કચેરીઓ અને વિભાગને કરવાની થતી કાર્યવાહી માટેની તેમની ભૂમિકા અને સંસાધનોની ઉપલબ્ધિ વિશે અવગત થઇ શકાય તેમજ આકસ્મિક ઘટના બને તેવા વિસ્તાર અને તેના આજુબાજુ નજીકના વિસ્તારોના આરોગ્ય પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને તેનું અંતર કેટલું છે તે બાબતોથી વાકેફ થઇ શકાય તે ઉદ્દેશ્ય સાથે યોજવામાં આવેલી આ બેઠકમાં રાજુલા-જાફરાબાદ પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી, આપત્તિ વ્યવસ્થાપન, તાલુકા વિકાસ અધિકારીશ્રી, ઔદ્યોગિક સલામતી કચેરી, જાફરાબાદ, રાજુલા, અમરેલી નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી, આરોગ્ય અધિકારીશ્રી, પોર્ટ, મત્સ્યોદ્યોગ, કોસ્ટ ગાર્ડ સહિત વિવિધ વિભાગ-કચેરીઓના અધિકારીશ્રી-કર્મયોગીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.દેશભરના વિવિધ રાજય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં ફરજ બજાવતા વિવિધ કચેરીઓના અધિકારશ્રીઓ, કર્મચારીશ્રીઓ સહિતના જોડાયા હતા.

Follow Me:

Related Posts