અમરેલી

અમરેલી જિલ્લા ભાજપ પ્રભારી અભયસિંહ ચૌહાણ તેમજ ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ની વિશેષ ઉપસ્થિતિમાં જીલ્લા ભાજપ મહામત્રી રાજુભાઈ ભૂતેયા ની ઉપસ્થિતિમાં અટલધારા કાર્યલય ખાતે સંગઠન મજબૂત બનાવાવા કાર્યકર્તાઓ સાથે બેઠક મળી

અમરેલી જિલ્લા ભાજપના પ્રભારી માનનીય અભયસિંહ ચૌહાણ સાહેબના સાવરકુંડલા શહેર તથા તાલુકા મંડળ પ્રવાસ નિમિત્તે સાવરકુંડલા
ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાના વિશેષ ઉપસ્થિતિમાં અટલધારા કાર્યાલય ખાતે કાર્યકર્તાઓની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું
હતું. આ બેઠકમાં ભાજપ સંગઠનને વધુ મજબૂત બનાવવા, આગામી કાર્યક્રમો અને સંગઠનાત્મક પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠક દરમિયાન અભયસિંહ ચૌહાણ સાહેબે કાર્યકર્તાઓને સંબોધિત કરતા સંગઠનને તળિયાના સ્તર સુધી વધુ સશક્ત બનાવવા માટે માર્ગદર્શન
આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ભાજપ સંગઠન કાર્યકર્તાઓના પરિશ્રમ અને સમર્પણના બળ પર આગળ વધી રહ્યું છે, અને દરેક કાર્યકર્તાએ
સંગઠનના વિચાર અને સરકારની જનહિતકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવા સક્રિય ભૂમિકા ભજવવી જોઈએ.
આ કાર્યકર્તાઓના ઉત્સાહ અને સંગઠન પ્રત્યેની પ્રતિબદ્ધતા જોઈ આગેવાનો દ્વારા આનંદની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. અંતે સૌએ
મળીને ભાજપ સંગઠનને વધુ મજબૂત બનાવવા અને જનસેવાના કાર્યને વધુ ગતિ આપવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે સાવરકુંડલા-લીલીયા વિધાનસભાના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા વિશેષ ઉપસ્થિતિમાં,જીલ્લા મહામંત્રીશ્રી રાજુભાઈ ભૂતેયા
સહિત જીલ્લા ભાજપ હોદેદારો, શહેર અને તાલુકા મંડળના આગેવાનો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક દરમિયાન
કાર્યકર્તાઓ સાથે સંગઠનાત્મક વિષયો પર સકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી અને આવનારા સમયમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે
વિવિધ સૂચનો પણ આપવામાં આવ્યા હતા.

Related Posts