ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ
હોય,અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુન્હાઓના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને જરૂરી માર્ગદશર્ન આપવામાં આવેલ.
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી વી. એમ. કોલાદરા નાઓની રાહબરી હેઠળ એલ.બી.ટીમ દ્વારા ચોક્કસ બાતમી હકિકત આધારે મિલકત
સબંધી ગુનાઓમાં સંડોવાયેલ એક પરપ્રાંતીય ઇસમને પકડી પાડી, મજકુરની સઘન પુછ પરછ દરમ્યાન પોતે તથા પોતાના સાગરીતો સાથે મળી કરેલ ઘરફોડ ચોરીઓની કબુલાત આપતા, અમરેલી રૂરલ તથા બાબરા પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના અનડીટેકટ ગુના ડીટેકટ કરવામાં એલ.સી.બી. ટીમને સફળતા મળેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
મગરસીંગ ઠાકુરસીંગ અજનાર, ઉ.વ.૩૩, રહે.કાકડવા,સીમાલ ફળીયુ,થાણા
ટાંડા,તા.કુક્ષી,જિ.ધાર, (મધ્યપ્રદેશ)
પકડવાના બાકી આરોપીઓની વિગતઃ-
(૧) મુકેશભાઇ કેકુભાઇ અલાવા રહે.કાકડવા, સીમાલ ફળીયુ, તા.કુક્ષી,જિ.ધાર
(મધ્યપ્રદેશ)
(૨) પ્યારસીંગ ઉર્ફે પ્રેમસીંગ જામસીંગ અલાવા, રહે.કાકડવા, સીમાલ ફળીયુ,
તા.કુક્ષી,જિ.ધાર (મધ્યપ્રદેશ)
કબ્જે કરેલ મુદ્દામાલની વિગતઃ-
રોકડા રૂ.૫૩૦૦/-
પકડાયેલ આરોપીએ ગુનાઓની આપેલ કબુલાલની વિગતઃ-
પકડાયેલ ઇસમની સઘન પુછપરછ કરતાં તેના સાગરીતો સાથે મળી નીચે મુજબના
ગુનાઓની કબુલાત આપેલ છે.
(૧) આજથી આશરે ત્રણ વર્ષ અને ચારેક મહીના પહેલા પોતે તથા પોતાના મિત્રો
મુકેશભાઇ કેકુભાઇ અલાવા તથા પ્યારસીંગ ઉર્ફે પ્રેમસીંગ જામસીંગ અલાવા બન્ને
રહે.કાકડવા વાળાઓ એમ ત્રણેય જણા અમરેલી તાલુકાના નાના ભંડારીયા ગામે
રાત્રીના ચોરી કરવા ગયેલ અને ત્યાં એક મકાનમાંથી રોકડ રકમ, વાસણ તેમજ
અનાજ, તેલના ડબ્બાની ચોરી કરેલ તેમજ તેજ રાત્રીના ભંડારીયા ગામમાં બીજા
એક મકાનમાંથી રોકડ રકમ તથા ઘીની બરણીની ચોરી કરેલ હોવાનું જણાવતા, જે
અંગે ખરાઇ કરતા અમરેલી રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૪૨૧૧૧૩૦/૨૦૨૧
ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦ મુજબનો ગુનો રજી. થયેલ છે.
(૨) આજથી આશરે ત્રણ વર્ષ અને બેએક મહીના પહેલા પોતે તથા પોતાના મિત્રો
મુકેશભાઇ કેકુભાઇ અલાવા તથા પ્યારસીંગ ઉર્ફે પ્રેમસીંગ જામસીંગ અલાવા બન્ને
રહે. કાકડવા વાળાઓ એમ ત્રણેય જણા બાબરા તાલુકાના ગરણી ગામે રાત્રીના
ચોરી કરવા ગયેલ અને ત્યાં એક બંધ મકાનમાંથી રોકડ રકમ તેમજ સોના
ચાંદીના દાગીનાની ચોરી હોવાનું જણાવતા જે અંગે ખરાઇ કરાવતા બાબરા
પો.સ્ટે.માં ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૮૨૨૦૧૫૨ /૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦
મુજબનો ગુનો રજી. થયેલ છે.
પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસઃ-
પકડાયેલ આરોપી મગરસીંગ ઠાકુરસીંગ અજનાર પોતાના સાગરીતો સાથે નીચે
મુજબના ગુનાઓમાં પકડાયેલ છે.
(૧) હાલોલ ટાઉન પો.સ્ટે.(પંચમહાલ) ગુ.ર.નં.૧૧૨૦૭૦૨૮૨૨૦૨૨૧/૨૦૨૨,IPC કલમ
૩૮૦,૪૫૭,૪૫૪
(૨) અડાલજ પો.સ્ટે. (ગાંધીનગર) ગુ.ર.નં.૧૧૨૧૬૦૦૧૨૨૦૧૯૭/૨૦૨૨, IPC કલમ
૩૯૫,૩૯૭,૪૫૦ વિ.
(૩) સેવાલીયા પો.સ્ટે. (ખેડા) ગુ.ર.નં.૧૧૨૦૪૦૦૭૨૨૦૧૭૬/૨૦૨૨, IPC કલમ
૪૫૪,૪૫૭,૩૮૦.
(૪) સેવાલીયા પો.સ્ટે. (ખેડા) ગુ.ર.નં.૧૧૨૦૪૦૬૭૨૨૦૨૭૬/૨૦૨૨, IPC કલમ ૪૫૭,૩૮૦.
(૫) વટવા GIDC પો.સ્ટે. (અમદાવાદ ) ગુ.ર.નં.૧૧૧૯૧૦૧૯૨૨૦૩૫૪/૨૦૨૨, IPC કલમ
૩૭૯.
(૬) વટવા GIDC પો.સ્ટે. (અમદાવાદ ) ગુ.ર.નં.૧૧૧૯૧૦૧૯૨૨૦૫૩૪/૨૦૨૨, IPC કલમ
૩૭૯,૧૧૪.
(૭) ભરૂચ સીટી. એ. ડીવીઝન પો.સ્ટે. (ભરૂચ) ગુ.ર.નં.૧૧૧૯૯૦૧૦૨૨૦૪૫૬/૨૦૨૨ IPC
કલમ ૩૭૯.
(૮) લોધીકા પો.સ્ટે.(રાજકોટ) ગુ.ર.નં.૧૧૨૧૩૦૩૦૨૨૦૨૦૧/૨૦૨૨ IPC કલમ ૩૭૯, ૧૧૪.
(૯) હળવદ પો.સ્ટે. (મોરબી) ગુ.ર.નં.૧૧૧૮૯૦૦૧૨૨૦૪૨૪/૨૦૨૨ IPC કલમ ૩૭૯ મુજબ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી વી. એમ.
કોલાદરા તથા પો.સ.ઇ. શ્રી કે.ડી.હડીયા તથા પો.સ.ઇ. શ્રી એમ.ડી. ગોહિલ તથા હેડ કોન્સ. મનીષભાઇ જાની, તુષારભાઇ પાંચાણી, ગોકુળભાઇ કળોતરા તથા પો.કોન્સ. અશોકભાઇ સોલંકી, ભાવિનગીરી ગૌસ્વામી, અશોકભાઇ કળસરીયા દ્વારા કરવામાં આવેલ છે.
Recent Comments