ભાવનગર

કુંઢેલી ગામની પ્રાથમિક શાળાને મુંબઈના શિક્ષણપ્રેમી દાતા તરફથી માઇક સેટની ભેટ

તળાજા તાલુકાની કુંઢેલી ગામની પ્રાથમિક શાળાને માઇક સેટની ભેટ આપવામાં આવી છે.
મુંબઈ સ્થિત શિક્ષણ પ્રેમી અને સખાવતી દાતા તરફથી શાળા તેમજ બાળકોના શિક્ષણના હેતુ માટે આપવામાં આવેલી સિસ્ટમ ઉપયોગી બની  રહેશે. મુંબઈના નિર્મળાબેન શાંતિલાલ શાહ તરફથી તેમના પરિવારના રીટાબેન મિલનભાઈ શાહ તથા જાહ્નવીબેન, મિલોનીબેન શાહ તરફથી આ ભેટ મળી છે.
આ ભેટ માટે શાળા પરિવારએ તેમજ એસએમસી કમિટીએ દાતાશ્રીનો  આભાર વ્યક્ત કર્યો હતો.

Related Posts