બાબરાના પીર ખીજડીયા ગામે ઝેરી દવા પીનારી સગીરાનું સારવારમાં મોત થયું હતું. જેના પગલે પરિવારજનો શોકમગ્ન થઈ ગયા હતા. બનાવ અંગે મૂળ મધ્યપ્રદેશના જાંબુઆના કહુડા ગામના અને હાલ પીર ખીજડીયા ગામે રહેતા લાલુભાઈ સુરસિંગ ડામોર (ઉ.વ.૪૦)એ જાહેર કર્યા મુજબ, તેમની સગીર પુત્રીએ અગમ્ય કારણોસર ઝેરી દવા પીતા સારવારમાં ખસેડાઈ હતી. સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
બાબરાના પીર ખીજડીયા ગામે ઝેરી દવા પીનારી સગીરાનું સારવારમાં મોત

Recent Comments