અમરેલી

મૂંગા અને અબોલ પશુની વ્હારે આવ્યું ફરતું પશુ દવાખાનું,વઢેરા ગામે કંબોઈ (Horn Cancer) થી પીડાતી ગાયની સર્જરી કરી પીડામુક્ત કરતી ૧૯૬૨ની ટીમ

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના વઢેરા ગામ મા દસ ગામ દીઠ ફરતાં પશુ દવાખાના-૧૯૬૨ દ્વારા કંબોઈ (Horn Cancer) થી પીડાતી ગાયની સર્જરી કરી યોગ્ય સારવાર આપી પીડામુક્ત કરી જીવ બચાવવામાં આવ્યો હતો. 

વઢેરા ગામ ના પશુપાલક શ્રીમંગાભાઈની‌ ગાય કંબોઈ (Horn Cancer) થી પીડાતી હતી. આ અંગેની જાણ ૧૯૬૨ ટીમને થતા તારીખ ૧૭-૧૦-૨૦૨૫ના રોજ દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાના હેમાળ‌‌ના વેટરિનરી ઓફિસરશ્રી, ડૉ.નિખિલ ગોહિલ તથા ડો. શ્રીનિમેશ ત્રિવેદી અને પાયલોટ શ્રી ધનેશભાઈ તથા શ્રી ધર્મેશભાઈ દ્વારા સર્જરી કરી, યોગ્ય સારવાર આપી પશુપાલકશ્રી મંગાભાઈની ગાયને પીડા મૂકત કરી હતી.

આ સારવાર કામગીરીમાં હેમાળ એનિમલ એમ્બ્યુલન્સના કર્મચારીઓ દ્વારા સફળતાપૂર્વક સર્જરી કરી અબોલ પશુનું દર્દ દૂર કરી, જીવ બચાવવામાં આવ્યો હતો. અમરેલી જિલ્લાના પ્રોગ્રામ મેનેજર ડો. શ્રી,મહેન્દ્રકુમાર અને પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર શ્રી,સુનીલ લીંબાણી એ હેમાળ ટીમને બિરદાવી હતી. પોતાના પશુની યોગ્ય સારવાર થતા પશુપાલક શ્રી મંગાભાઈએ ટીમ ૧૯૬૨નો આભાર વ્યક્ત કર્યો હતો.

Related Posts