નવસારીમાં સરકારી આવાસની દિવાલ ધસી પડતા માતા-પુત્રના મોત થયા
ચીખલી પોલીસ તેમજ હ્લજીન્ અને મામલતદાર ઘટના સ્થળે પહોંચી ગયા હતાનવસારીમાં દિવાલ ધસી પડતા માતા-પુત્રના મોત થયા હતા. જેને પગલે આ વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આ બનાવની વિગત મુજબ નવસારીના બામણવાડા ગામમાં સરકારી આવાસની દિવાલ પાસે માતા-પુત્ર જમવા માટે બેઠા હતા. તે સમયે સરકારી આવાસની દિવાલ ધસી પડી હતી. જેને કારણે માતા-પુત્ર દિવાલ નીચે દબાઈ ગયા હતા. જેમાં બન્નેના કરૂણ મોત નીપજ્યા હતા. જેને પગલે ચીખલી પોલીસ તેમજ હ્લજીન્ અને મામલતદાર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ બનાવ અંગે તપાસ ચાલી રહી છે.
Recent Comments