fbpx
ગુજરાત

ગાંધીનગરમાં પેરોલ જમ્પ કરી જનાર હત્યાના ગુનાના આરોપીની ધરપકડ કરવામાં આવી

ગાંધીનગર જિલ્લામાં પોલીસ દ્વારા હાલ નાસતા ફરતા આરોપીઓની સાથે જેલમાંથી પેરોલ ઉપર છૂટી પરત નહીં ફરતા કેદીઓને પકડવા મથામણ કરવામાં આવી રહી છે ત્યારે હત્યાના ગુનામાં સજા કાપી રહેલો કેદી પેરોલ રજા ઉપર છૂટયા બાદ પરત નહી ફરતા તેને વટવા પાસેથી ઝડપી લઈને સાબરમતી સેન્ટ્રલ જેલ મોકલી આપવામાં આવ્યો છે. ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ટીમો બનાવવામાં આવી છે

તેની સાથે વિવિધ ગુનાઓમાં જેલમાં રહેલા કાચા પાકા કામના કેદીઓ પણ પેરોલ રજા ઉપર છૂટીને બહાર આવતા હોય છે અને રજા પૂર્ણ થયા બાદ પણ જેલમાં પરત ફરતા નથી. જેવા આરોપીઓને પકડવા માટે પણ પોલીસ દ્વારા ખાસ ટીમો બનાવવામાં આવી છે. એલસીબી પીઆઇ ડી.બી વાળાની સૂચનાને પગલે એલસીબી ટુની પેરોલ ફર્લો સ્કવોર્ડ દ્વારા પણ આવા કેદીઓને પકડવા દોડધામ શરૃ કરવામાં આવી હતી. જે અંતર્ગત બાતમી મળી હતી કે, વર્ષ ૧૯૯૨ એલિસ બ્રિજ પોલીસ મથકમાં નોંધાયેલા હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલો કેદી મોહમ્મદ ઉંમર મજીદ ઉર્ફે મોહમ્મદ ફાઈટર પરવેશ ખાન રહે, મહેમુદ બિલ્ડીંગ જૈન દેરાસર ગોમતીપુર હાઇકોર્ટમાંથી પેરોલ રજા ઉપર છૂટયા બાદ રજા પૂર્ણ થઈ ગયા બાદ પણ તે સાબરમતી જેલમાં હાજર થયો નથી અને આ કેદી હાલ વટવા ખાતે હાજર છે. જે બાતમીના પગલે પોલીસ ટીમ ત્યાં પહોંચી હતી અને કેદી મોહમ્મદ ઉંમર મજીદને ઝડપી લીધો હતો અને સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે મોકલી આપ્યો હતો.

Follow Me:

Related Posts