ભાવનગર

અનુભૂતિ ટ્રસ્ટ ભાવનગર ના સહયોગથી વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ સયુંકત ઉપક્રમે કુદરતી ઉપચાર સારવાર અને નિદાન કેમ્પ યોજાયો

બગસરા અનુભૂતિ ટ્રસ્ટ ભાવનગર ના સહયોગથી, સ્વ. દિપાબેન પ્રવીણભાઈ ઠક્કર ની ચોથી પૂણ્ય તિથિ નિમિત્તે,  સરદાર પટેલ સેવા સમાજ હામાપુર, ભગીરથ મહિલા મંડળ તથા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા ના સંયુક્ત ઉપક્રમે તારીખ ૧૩ એપ્રિલ ના રોજ આયોજિત કુદરતી ઉપચાર સારવાર અને નિદાન કેમ્પ માં ભાવનગર ના અનુભવી અને નિષ્ણાત  ડો. મિલન ભાઈ દવે, નિલેશ ભાઈ ખાટ સુરીલા, ડો. મૂળજીભાઈ ભલાણી અને ડો. કુલદીપ ભાઈ દવે  દ્રારા ૧૫૧ દર્દીઓને સારવાર આપી જરૂરી માર્ગદર્શન આપેલ.   આપણે બિમાર કેમ પડીએ છીએ?  રોગ મુક્ત જીવન જીવવા માટે શું શું ધ્યાન માં રાખવું જોઈએ? આજે ખાસ  હાથ પગના દુઃખાવાની તકલીફ કેમ વધી રહી છે? આપણો આહાર વિહાર કેવો હોવો જોઈએ? કુદરતી ઉપચાર સારવાર ની શું વિશેષતા છે?એ બાબતે સૌને સમજ  પણ  આપવામાં આવેલ. આ કેમ્પમાં  અમરેલી જિલ્લા પંચાયત ના સદસ્યશ્રી ઘીરૂ ભાઈ માયાણી, બગસરા તાલુકા પંચાયત ના ઉપ પ્રમુખ શ્રી હસમુખભાઈ બાબરીયા, ડો. મારૂ સાહેબ તથા સૌ ડોક્ટર મિત્રો,,, ગ્રામ જનો ના હસ્તે કેમ્પ ને ખુલ્લો મુકવામાં આવેલ.  આ કેમ્પમાં સર્વોદય સરસ્વતી મંદીર બાબાપુર ના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી  મંદાકિની બેન પૂરોહિત અને કુદરતી ઉપચાર કેન્દ્ર સાવરકુંડલા થી ગોપાલ ભાઇ ભરખડા એ શુભેચ્છા મુલાકાત લઈ આયોજકો ને પ્રોત્સાહિત કરેલ.  કેમ્પ ને સફળ બનાવવા માટે   સરદાર પટેલ સેવા સમાજ હામાપુર અને ભગીરથ મહિલા મંડળ હામાપુર ના સૌ સભ્યો તથા  માધ્યમિક શાળા ના વિધાર્થી ઓએ ભારે જહેમત ઉઠાવી હતી તેમ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts