ભાવનગર

કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર ખાતે રેવા સરકારી માધ્યમિક શાળા દ્વારા પ્રાકૃતિક શિક્ષણ શિબિર લાભ મળ્યો

દર વર્ષે ભાવનગર જિલ્લાના ભાલ વિસ્તારમાં વેળાવદર ખાતે આવેલ કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં બાળકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ આવે અને આસપાસના પર્યાવરણને ઓળખે તે હેતુથી પ્રાકૃતિક શિક્ષણ શિબિરો યોજાતી હોય છે.
જેમાં સરકારી માધ્યમિક શાળા રેવા દ્વારા મંગળવાર તા.૩૦ના પ્રાકૃતિક શિક્ષણ શિબિર લાભ મળ્યો.

રેવા સરકારી માધ્યમિક શાળાના ૩૫ જેટલા વિદ્યાર્થીઓએ વનવિભાગ અને શિક્ષકોના માર્ગદર્શન સાથે આ પ્રાકૃતિક શિક્ષણ શિબિરમાં ભાગ લીધો છે.

વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય ઉદ્યાનમાં એક દિવસની શિબિર કરેલ જેમાં પ્રકૃતિનું શિક્ષણ પ્રાપ્ત કરેલ. વિદ્યાર્થીઓએ કાળિયાર ઉપરાંત વિવિધ યાયાવર પક્ષીઓ વિશે સમજ પ્રાપ્ત કરેલ. અહીંયા હેરિયર પક્ષી માટેનું વિશ્વનું સૌથી મોટું શયન ક્ષેત્ર આવેલ હોય, બાળકોએ અત્રે રાતવાસો કરવા આવતા પક્ષીઓનું નિરીક્ષણ કરેલ. ઘાસના પ્રકારો, પક્ષીઓની ખૂબીઓ, હરણનું જીવનચક્ર વગેરેથી પરિચિત થયેલ.આ રાષ્ટ્રીય ઉદ્યાન તરફથી રહેવા જમવાની સુવિધા આપવામાં આવેલ. આમ, વિધાર્થીઓએ પ્રત્યક્ષ શિક્ષણ મેળવી ધન્યતા અનુભવેલ.

Related Posts