ગુજરાત

અમદાવાદમાં સાત વર્ષની બાળકી પર પાડોશીએ દુષ્કર્મ આચર્યું

પાડોશી ૭ વર્ષની બાળકીને રમાડવાના બહાને પોતાના ઘરની છત પર લઈ ગયો હતો મહિલાઓ અને દીકરીઓ માટે કથિત રીતે સુરક્ષિત કહેવાતા ગુજરાતમાં ફરી એકવાર માણસાઈને શરમાવતી ઘટના સામે આવી છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં ૭ વર્ષની બાળકી પર પાડોશી દ્વારા ધાબા પર બોલાવી દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના સામે આવી છે. આ સિવાય બાળકીનું ગળુ દબાવી હત્યાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. જાેકે, બાળકીની બૂમો આસપાસના લોકોને સંભળાઈ જતાં લોકો ભેગા થઈ ગયાં હતાં.

લોકોને આવતા જાેઈ આરોપી છાનામાના ઘમાં જઈને સૂઈ જતાં બાળકીનો જીવ બચી ગયો. અમદાવાદના નિકોલ વિસ્તારમાં પાડોશી ૭ વર્ષની બાળકીને રમાડવાના બહાને પોતાના ઘરની છત પર લઈ ગયો હતો. જ્યાં તેણે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર ઘટના વિશે બાળકી કોઈને જાણ કરે તે પહેલાં તેનું ગળું દબાવી મારી નાંખવાનો પ્રયાસ કર્યો. જાેકે, બાળકીએ બૂમો પાડતા આજુબાજુના પાડોશીઓ ભેગા થઈ જતાં આરોપી ઘરમાં જઈને સૂઈ ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં લોકોએ બાળકીને સુરક્ષિત રીતે માતા-પિતાને સોંપી દીધી તેમજ આરોપીને માર મારી પોલીસને સોંપી દીધો હતો.મળતી માહિતી મુજબ આરોપીની ઓળખ અશોક રાજપૂત તરીકે થઈ છે. અમદાવાદમાં તે પરિવાર વિના એકલો જ રહે છે અને છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. બાળકીને એકલી જાેતા તેણે રમાડવાના બહાને દુષ્કર્મ આચરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આ મામલે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

Related Posts