સાવરકુંડલાની ઓળખ સમાન અને વર્ષોથી જેની જનતા રાહ જોતી હતી તે ક્ષણ હવે સાકાર થવા જઈ રહી છે. ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના દ્રઢ સંકલ્પ અને નેતૃત્વ હેઠળ નાવલી નદીને પુનઃજીવિત કરવાનો ઐતિહાસિક પ્રોજેક્ટ હવે મૂર્તિમંત થયો છે.આજરોજ નાવરી નદીના સુકનેરા ડેમ ખાતે નર્મદાનું પાણી ઠાલવવા માટેની પાઈપ લાઈનનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા સાંસદ ભરતભાઈ સુતરીયા સંત ભક્તિરામબાપુની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો. તો દશા શ્રીમાળી જૈન બોર્ડિંગ ખાતે ધારાસભ્ય મહેશભાઈ કસવાળાની કામગીરીનું સરવૈયું દર્શાવાતું પુરતક ઋણાનુબંધનો વિમોચન વિધિ કાર્યક્રમ આજરોજ વસંત પંચમી અને સુભાષચંદ્ર બોઝની જન્મજયંતીના દિવસે યોજાયેલા એક ભવ્ય કાર્યક્રમમાં નાવલી નદીના પુનરોદ્ધાર, રીવરફ્રન્ટના નિર્માણ અને વિવિધ વિકાસ કાર્યોની સાથે ધારાસભ્યના એક વર્ષના લેખાજોખા રજૂ કરતા પુસ્તક **‘ઋણાનુબંધ’**ધારાસભ્ય મહેશભાઈ કસવાળાની વાર્ષિક સક્રિયતાની કામગીરી દર્શાવતાં પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
લાગણીસભર સંબોધન કરતા ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ જણાવ્યું હતું કે, “હું અહીં નેતા તરીકે નહીં, પરંતુ આ ભૂમિના બેટા તરીકે સાવરકુંડલાનું ઋણ ચૂકવવા આવ્યો છું. નાવલી નદી માત્ર પાણીનો સ્ત્રોત નથી, પણ આપણી સંસ્કૃતિ અને ગૌરવ છે. તેને પુનઃજીવિત કરી આગામી પેઢીને એક સમૃદ્ધ વારસો સોંપવો એ મારો લક્ષ્ય છે.”કાર્યક્રમના મુખ્ય આકર્ષણો અને સાંસ્કૃતિક વિરાસતનું જતન આ પ્રસંગે માત્ર જળસંચય જ નહીં, પરંતુ સાવરકુંડલાની સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતા અનેક કાર્યોની જાહેરાત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા:આ પ્રસંગે મહેશભાઈ કસવાળાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે જે કામ થાય તે પચ્ચાસ વર્ષને લક્ષમાં રાખીને વિકાસ કાર્યો કરવાનો અભિગમ ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે.
નાવલી નદીમાં નર્મદાનું પાણી પાઈપ લાઈન દ્વારા છ મહિનામાં નાવલીને નીર નાખવાનો નિર્ધાર કર્યો હતો.
નાવલીને મા ની સંકલ્પનાને સાથે ફરી વહેતી કરવાના સંકલ્પ સાથે વાત કરીને નાવલીને એક અનોખું બિરૂદ આપ્યું.
જોગીદાસબાપુ ખુમાણ અને સમૂહ ખેતીના પ્રણેતા ભગવાન બાપાની પૂર્ણ કદની પ્રતિમાઓનું અનાવરણ કરી સાવરકુંડલાની અસ્મિતાને વંદન કરવામાં આવે એ પણ સાવરકુંડલાની પરંપરાગત વિરાસત જ ગણાય . નાવલી નદીના કાંઠે આધુનિક રીવરફ્રન્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, સાથે જ રોજગારી વધારવા માટે ‘સ્માર્ટ GIDC’ની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.
સાવરકુંડલાના પ્રખ્યાત ઈંગોરિયા અને નાવલીની પરંપરાને વૈશ્વિક ઓળખ આપવાનો નિર્ધાર વ્યક્ત કરાયો.
આ ગરિમામય કાર્યક્રમમાં સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા, પૂજ્ય સંત શ્રી ભક્તિરામબાપુ, કેતનભાઈ કાનપરિયા, ધર્મેન્દ્ર કનાલા અને પૂજાબેન જોષી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કેતનભાઈ કાનપરિયાએ ધારાસભ્યના વ્યક્તિત્વને બિરદાવતા કહ્યું કે, “આ ઓણુકા વરસાદમાં બે વસ્તુ કોરીકટ રહી, એક તમે અને બીજો તમારો વટ.” * સંજયભાઈ કામળિયાએ જણાવ્યું કે, “મહેશભાઈએ સાવરકુંડલાની ધરતીને અયોધ્યા જેવો અહેસાસ કરાવી ઘરે-ઘરે સેવાનો દીવડો પ્રગટાવ્યો છે.”
‘ઋણાનુબંધ’. પારદર્શક વહીવટનો પુરાવો
ધારાસભ્ય દ્વારા વિમોચન કરાયેલ ‘ઋણાનુબંધ’ પુસ્તક તેમના એક વર્ષના કાર્યકાળનો અહેવાલ છે. જે દર્શાવે છે કે કેવી રીતે ભાજપ સરકાર અને સ્થાનિક નેતૃત્વ લોકોના પ્રશ્નો માટે કટિબદ્ધ છે. નાવલી નદી વહેતી થવાથી ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે, ખેતીને ફાયદો થશે અને ભવિષ્યમાં આ સ્થળ એક મોટા પ્રવાસન કેન્દ્ર તરીકે ઉભરી આવશે.
ભારતીય જનતા પાર્ટીની આ વિકાસયાત્રાએ સાવરકુંડલાની જનતામાં નવી આશા અને ગૌરવનો સંચાર કર્યો છે. આ ભગીરથ કાર્ય સાવરકુંડલાના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થશે.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંજયભાઈ કામળિયા દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત શહેરના સામાજિક, શૈક્ષણિક અને રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિ ધારાસભ્ય મહેશભાઈ કસવાળાની લોકપ્રિયતાનો માપદંડ પણ દર્શાવે છે.


















Recent Comments