શમ્યો છે ક્રોધ ને શસ્ત્રો હવે હેઠાં મુકાયાં છે,
વિનાશક વંટોળો વચ્ચે મકાનો તો બચાયાં છે.
નથી આ જીત કોઈની, નથી
આ હાર કોઈની,
સદીઓ જૂની સભ્યતાના પ્રાણ તો બચાયાં છે.
—“પાંધી સર”
તાજેતરમાં વૈશ્વિક ફલક પર સર્જાયેલી તણાવપૂર્ણ સ્થિતિ અને ત્યારબાદ જાહેર થયેલા ‘સીઝફાયર’ (યુદ્ધવિરામ) ને સમગ્ર જગતે એક આશાસ્પદ કિરણ તરીકે આવકાર્યું છે. ‘અણીનો ચૂક્યો સો વર્ષ જીવે’ એ કહેવત મુજબ, સદીઓ જૂની ઈરાની સંસ્કૃતિ અને માનવ સભ્યતા પર તોળાતું જોખમ હાલ પૂરતું ટળી ગયું છે. યુદ્ધ એ માત્ર વિનાશ નોતરે છે, પરંતુ સમજદારી અને સંયમ નવી જિંદગી બક્ષે છે.
ઘણી લશ્કરી પાંખોમાં નિયમ હોય છે કે તકરાર પછી નિર્ણય લેતા પહેલા શાંત થવા માટે સમય આપવામાં આવે છે. આ તર્ક મુજબ જ વર્તમાન સ્થિતિમાં બંને પક્ષોએ લીધેલો વિરામ પ્રશંસનીય છે. ક્રોધ અને ‘કાળ ચોઘડિયા’માં લેવાયેલા નિર્ણયો ઈતિહાસને ગોથું ખવડાવી શકે છે, જે ભૂલ અહીં ટળી છે. હિરોશિમા અને નાગાસાકી જેવી ઘટનાઓનું પુનરાવર્તન થતું અટકવું એ આખા વિશ્વના સદભાગ્ય સમાન છે.
અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની શક્તિશાળી છતાં લોકશાહી ઢબે જવાબદાર નેતાગીરી અને ઈરાની નેતૃત્વની ઠાવકી સમજદારીને કારણે ‘ત્રીજા વિશ્વયુદ્ધ’ની સંભાવનાઓ ઓછી થઈ છે. જે રીતે સંદેશાઓનું આદાન-પ્રદાન થયું અને અંતે ‘અતિની અવગતિ’ સમજીને પીછેહઠ કરવામાં આવી, તે દર્શાવે છે કે સંસ્કારી અને જવાબદાર નેતૃત્વ જ નાલંદા કે તક્ષશિલા જેવી ધરોહરને રાખ થતા બચાવી શકે છે.














Recent Comments