fbpx
ભાવનગર

શાળાઓમાં મોજીલું શિક્ષણ દ્વારા પર્યાવરણીય જાગૃતિ માટે એક નવતર પ્રયોગ  

ઉતરાયણના તહેવારોમાં પ્લાસ્ટિકની પતંગોના બદલે કાગળની પતંગો બનાવવાની પ્રવૃત્તિ દ્વારા પર્યાવરણ શિક્ષણમોટી પાણી યાળી કેન્દ્રવર્તી શાળામાં મોજીલું શિક્ષણ અંતર્ગત રવિન્દ્ર ભાઈ પરમાર દ્વારા બાળકોને કાગળમાંથી પતંગ બનાવતા શીખવડાવવામાં આવ્યું. તેમણે વિદ્યાર્થીઓને પ્લાસ્ટિકની પતંગનો ઉપયોગ ટાળવા અને પતંગ બનાવવા માટે કાગળના ઉપયોગની મહત્વતા સમજાવી. ઉત્તરાયણ પર્વ દરમ્યાન બાળકોએ પોતાની વ્યક્તિગત શું શું સાવચેતી રાખવી જોઈએ તે અંગે સમજાવ્યા અને પક્ષીઓ માટે કાળજી લેવાની તથા પર્યાવરણને નુકસાન ન પહોંચાડવા અંગે પણ માહિતી આપી. આ કાર્યક્રમ દ્વારા બાળકોમાં પર્યાવરણીય જાગૃતિ વધારી અને તેમને પર્યાવરણ સુરક્ષા વિષેનું જ્ઞાન આપ્યુંમોજીલું શિક્ષણ દ્વારા આગામી દિવસોમાં જિલ્લાની વિવિધ  શાળાઓમાં આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવશે 

Follow Me:

Related Posts