ભાવનગર

શિહોરના પીપરડી ગામ ખાતે આવેલ બ્રિજ જર્જરીત હોય રસ્તા પરનો વાહન વ્યવહાર બંધકરી ડાયવર્ઝન રૂટ પરથી વાહનો પસાર કરવા અંગેનું જાહેરનામું બહાર પડાયું

શિહોર તાલુકાના પીપરડી ખાતે પીપરડી સિંચાઈ યોજનાની સબમર્જન્સમાં આવેલ પીપરડી ગામના ખેડુતોને
સીમ વિસ્તારમાં જવા માટેનો ૧૦ સ્પાન ધરાવતો બ્રિજ જર્જરીત હોય બ્રિજ પરનો વાહન વ્યવહાર જોખમી જણાય છે.
જેથી લોકસલામતીને ધ્યાને લઇ સદર બ્રિજને તાત્કાલીક અસરથી તમામ વાહનો માટે બંધ કરવા અને ડાયવર્ઝન રૂટ
આપવા કાર્યપાલક ઇજનેરશ્રી, પંચાયત સિંચાઇ વિભાગ, ભાવનગરના પત્ર થી દરખાસ્ત રજુ થયેલ છે. જે દરખાસ્ત
અનુસાર જાહેર હિતને ધ્યાનમાં લેતા જાહેરનામું બહાર પાડવું ઉચિત જણાય છે.
ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧)(બી) હેઠળ મળેલ અધિકારની રૂઈએ અધિક જિલ્લા
મેજિસ્ટ્રેટશ્રી ભાવનગર દ્વારા ફરમાવવામાં આવે છે કે, પીપરડી ખાતે આવેલ પીપરડી ડેમના સબમર્જન્સમાં આવેલ
બ્રિજ જર્જરીત હોય લોકસલામતીને ધ્યાને લઇ આ બ્રિજ પર ચાલતા તમામ વાહનો માટે તા. ૨૭/૧૧/૨૦૨૫ થી
તા. ૨૬/૧૨/૨૦૨૫ સુધી આ રસ્તો બંધ કરી ડાયવર્ઝન રૂટ ઉપર તમામ વાહનો પસાર કરવાના રહેશે.
તમામ વાહનોની અવરજવર માટે ડાયવર્ઝન રૂટ પીપરડી ગામથી હનુમાનજીના મંદિર પાસેથી પીપરડી
તળાવના નિહારના રસ્તેથી ઝરીયા તરફના રાજમાર્ગેથી નટુભાઇ કળથીયાની વાડી પાસેથી આગળ સરવેડીના રસ્તે
ગોરઘનભાઇ જસાણીની વાડીથી ઘરમશીભાઈ કાનજીભાઈના શેઢા પાસેથી વોકળુ પાર કરી સીમ વિસ્તારમાં જવાનું
રહેશે.
આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ મુજબ શિક્ષા
થશે. જાહેરનામા નો અમલ અને તેના ભંગ બદલના પગલા લેવા માટે હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા ફરજ
પરના અધિકારીશ્રીને અધિકાર રહેશે.

Related Posts