પાલીતાણા શહેરમાં આગામી તા.૨૮/૦૨/૨૦૨૬ થી તા.૦૧/૦૩/૨૦૨૬ નાં રોજ જૈન સમાજનો ઢેબરીયો
મેળો યોજાનાર છે અને તેમાં પાલીતાણા તળેટી, ગીરીરાજ ડુંગર વગેરે વિસ્તારમાં મોટી સંખ્યામાં જૈન શ્રધ્ધાળુઓ
દર્શનાર્થે આવતાં હોવાથી કેટલાંક લોકો દ્વારા ગેરકાયદેસર રીતે ખાદ્ય ચીજોનું વેચાણ થાય છે. જેમાં પ્લાસ્ટીકની
કોથળીઓ, પાણીના પાઉચ/બોટલો, તમાકુ, પાન-મસાલા, ગુટકા જેવી ઘણી ચીજવસ્તુઓનું વેચાણ તથા ઉપયોગ
થાય છે.
જેનાથી જાહેર આરોગ્ય ઉપર વિપરીત અસર થતી હોય, તેનુ નિયમન કરવું જરૂરી જણાતાં ગુજરાત પોલીસ
અધિનિયમ -૧૯૫૧ ની કલમ -૩૩(૧)(બી) અન્વયે મળેલ સત્તાની રૂઇએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, ભાવનગર દ્વારા
પાલીતાણા ખાતે યોજાનાર જૈન સમાજના ઢેબરીયો મેળા દરમ્યાન મેળાથી છ ગાઉના માર્ગોની આજુબાજુ પાલીતાણા
તળેટી, પાલીતાણા શેત્રુંજય ગીરીરાજ તેમજ આદપુર ગામના વિસ્તારમાં તા.૨૮/૦૨/૨૦૨૬ થી તા.૦૧/૦૩/૨૦૨૬
દિન – ર માટે ગેરકાયદેસર રીતે ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિક પાઉચ, બોટલો, ખાદ્યચીજ વસ્તુઓ, પ્લાસ્ટીકની
કોથળીઓ, પાન-મસાલા, ગુટકા તેમજ તમાકુ પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.
જાહેરનામાંનો અમલ તથા તેનાં ભંગ બદલ પગલા લેવા માટે હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા
અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવે છે. સદરહું હુકમનું ઉલ્લંધન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ -૧૯૫૧ ની
કલમ -૧૩૧ હેઠળ શિક્ષા થશે.
ઢેબરા તેરસના તહેવારને અનુલક્ષીને પાલીતાણામાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પડાયું


















Recent Comments