રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, આઇ.સી.ડી.એસ. દ્વારા પોષણ ઉત્સવ અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધાઓનું આયોજન સમગ્ર રાજ્યમાં કરવામાં આવ્યું છે. પોષણ ઉત્સવ અંતર્ગત અમરેલી જિલ્લા પંચાયત આઇ.સી.ડી.એસ. શાખા દ્વારા અમરેલી જિલ્લા પંચાયત ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ હતી.
આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ અને સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.બી પંડ્યા, જિલ્લા પંચાયત ચેરમેનશ્રી અન્ય પદાધિકારીશ્રીઓ, સી. ડી. પી.ઓશ્રી દ્વારા આઇ.સી.ડી.એસ.- વિવિધ આંગણવાડીના બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલી પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગીઓનું નિદર્શન યોજવામાં આવ્યું હતું
તાલુકા દીઠ આંગણવાડી વર્કર દ્વારા ૦૬ (છ) વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી. ટી.એચ.આર. તથા મિલેટ્સમાંથી બનાવવામાં આવેલી ૭૮ વાનગીઓનું નિદર્શન સ્પર્ધામાં કરવામાં આવ્યું હતું.
આ પૈકી પ્રથમ, દ્વિતિય અને તૃત્તિય ક્રમાંક મેળવનાર વાનગી સ્પર્ધાના વિજેતા બહેનોને જિલ્લા પંચાયત પ્રમુખ અને સાંસદશ્રી ભરતભાઈ સુતરિયાના હસ્તે પ્રમાણપત્ર આપી તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું.
આઇસીડીએસ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી દક્ષાબેન ભટ્ટના માર્ગદર્શન હેઠળ પોષણ અભિયાનના કર્મયોગી શ્રી ઉદયભાઇ વાવડીયા, શ્રી ફાલ્ગુનીબેન યાદવ તેમજ આઇ.સી.ડી.એસ.ના કર્મયોગીઓ વિવિધ ઘટકના આંગણવાડી બહેનો સહિતના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments