સેલ્ફફાયન્સ સ્કૂલના સંચાલકો , આચાર્યો અને વહીવટી સહાયકોની વહીવટી ક્ષમતા વધુ સમૃદ્ધ બને તે માટે તા-27/3/25 ગુરુવારના રોજ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને ડીઇઓ કચેરી દ્વારા એક દિવસીય વહીવટી સેમિનાર યોજાયો જેમાં દીપપ્રાગટ્ય ઉદઘાટકશ્રી રમેશભાઈ મેંદપરા ( વાઇસ ચેરમેનશ્રી સરદાર પટેલ સેવા ટ્રસ્ટ ) સહિત ઉપસ્થિત મહાનુભાવોએ કરેલ.પ્રાર્થના સહ સેમિનારની શરૂઆત થયેલ.મંડળના પ્રેસિડન્ટ પરબતભાઇ મોરડીયાએ વહીવટી સેમિનારની આવશ્યકતા તેમજ ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કરેલ.સ્ટેજ પર ઉપસ્થિત સૌને પુસ્તક આપી આવકાર આપવામાં આવેલ.મુખ્ય મહેમાન એવા જિલ્લા શિક્ષણધિકારીશ્રી હિતેન્દ્રસિંહ પઢેરીયાએ ખૂબ જ માર્મિકરીતે તેમની કુનેહથી સૌને વહીવટી જ્ઞાન પીરસેલ.વહીવટી સહાયકો માટે તજજ્ઞશ્રી અશોકભાઈ પંડ્યા ( પૂર્વ આચાર્યશ્રી ફરિયાદકા ઉ.બુ.વિદ્યાલય ) એ ખૂબ જ વિગતવાર માર્ગદર્શન પુરુ પાડેલ જેનો પરીચય મંડળના પ્રવક્તા તરુણભાઈ વ્યાસે આપેલ.આચાર્યોશ્રીને પરેશભાઈ ત્રિવેદી ( પૂર્વ આચાર્ય બી.એમ કોમર્સ હાઈ. ભાવનગર ) એ આગવી રીતે તેમના અનુભવી શૈલીમાં માર્ગદર્શિત કરેલ.જેમનો પરિચય મંડળના માર્ગદર્શક અને પૂર્વ પ્રમુખશ્રી મનહરભાઈ રાઠોડે કરેલ.યજમાન સંસ્થા સરદાર પટેલ સ્કૂલના આદરણિય સેક્રેટરી શ્રી ડો.જે.પી.મિયાણીસાહેબે ( પૂર્વ.કુલપતિ , જૂનાગઢ યુની.) મંડળના કાર્યોને બિરદાવેલ અને પ્રાસંગિક ઉદ્દભોદન કરેલ.કાર્યક્રમને આભારવિધિ મંડળના સેક્રેટરી વિપુલભાઈ ચૌહાણે મંડળની ગતિવિધિઓ વર્ણવતાં કરેલ.વિશેષ કરીને સરદાર પટેલ સંસ્થાએ કરેલ યજમાનપદાનો આભાર પ્રગટ કરેલ.સંસ્થાની ધરી સમાન તેમજ મંડળના સહમંત્રીશ્રી જીજ્ઞેશભાઈ ગાબાણીએ સમગ્ર કાર્યકમનું સંકલન કરેલ.આ તકે માર્ગદર્શક તેમજ પૂર્વ પ્રમુખશ્રી અવિનાશભાઈ પટેલ ( જ્ઞાનમંજરી વિદ્યાપીઠ ) ની વિશેષ ઉપસ્થિતિ રહેલ.રાષ્ટ્રગાન સહ ભોજન સેમિનારની પૂર્ણાહુતિ થયેલ.સેમિનારનું સંચાલન સરદાર પટેલ સંસ્થાના શિક્ષકશ્રી નિમેશભાઈ ઠક્કરે કરેલ.સર્વે ભાગ લેનાર સ્કૂલોને મંડળ તરફથી ભેટ આપવામાં આવી અને દરેકે કઈક વહીવટી કાર્ય પ્રાપ્ત કર્યાનો સંતોષ પ્રગટ કરેલ.સમગ્ર વહીવટી સેમિનારને સફળ બનાવવા માટે કારોબારી સભ્યો તેમજ સંચાલકોએ મોટી ભૂમિકાઓ ભજવી
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ – ભાવનગર અને જિલ્લા શિક્ષણધિકારી કચેરી , ભાવનગરના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય વહીવટી સેમિનાર યોજાયો.

Recent Comments