વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા, સ્લમ વિસ્તાર માં ચાલતા બાળ સંસ્કાર કેન્દ્રો ના વાલીઓ સાથે એક વાલી સંવાદ કાર્યક્રમ યોજાય ગયો. આપણે આપણું ભવિષ્ય ઉજ્જવળ જોવાં માંગતા હોઈએ તો, દરેક બાળકો ને ભણાવો, સારા સંસ્કાર આપો, એ કામ ભાઈઓ કરતાં બહેનો વઘારે સારી રીતે કરી શકે છે તેથી તે દિશામાં દરેક માતાઓ જાગૃત બને તેવી અપીલ G.C.E.R.T ના પૂર્વ નિયામક શ્રી નલીન ભાઈ પંડીતે કરેલ. પોતાના બાળક અને આસપાસના વિસ્તારોના બાળકો સારી કેળવણી લેતા થાય તેવો પ્રયત્ન કરવાં સૌને ટકોર કરેલ. વિચરતી અને વિમુક્ત જાતિ ના સરાણિયા દેવીપુજક અને અન્ય સમાજના 70 થી વઘારે વાલીઓ આ વાલી સંવાદ કાર્યક્રમ માં સહભાગી બનેલા. આ કાર્યક્રમ માં S.B.I. માંથી પીયૂષ ભાઈ શાહ, રમેશભાઈ મકવાણા, શોભનાબેન શેખ, ભારતી બેન ઘાઘીયા તથા સંસ્થા ના કાર્યકરો વગેરે એ વાલીઓ સાથે સરસ સંવાદ કરેલ તેમ દેવચંદ સાવલિયા ની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા, સ્લમ વિસ્તાર માં ચાલતા બાળ સંસ્કાર કેન્દ્રો ના વાલીઓ સાથે એક વાલી સંવાદ કાર્યક્રમ યોજાય ગયો


















Recent Comments