ગુજરાત

દ્વારકારકાના જામ ખંભાળિયા નજીક મુસાફરોથી ભરેલી ઇકો કોઝવે પુલ પરથી પાણીમાં ખાબકી

દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયામાં એક ભયંકર અકસ્માત થયો હતો જેમાં, મુસાફરોથી ભરેલી એક ઇકો કાર કોઝવે પુલ પરથી પાણીમાં ખાબકી હતી.પ્રાથમિક અહેવાલ મુજબ કાર ચાલકે કોઈ કારણોસર સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતાં આ અકસ્માત સર્જાયો હતો.જેના કારણે મુસાફરોનો જીવ જોખમમાં મુકાયા હતા.અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.ત્યાર બાદ પાણીમાં ડૂબી રહેલી કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.આ બચાવ કામગીરીને કારણે મોટી જાનહાનિ થતાં અટકી હતી.જોકે કારમાં સવાર ત્રણ લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી.જેથી તેમણે સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ચોમાસાની ઋતુમાં કોઝવે અને પુલ પરથી પસાર થતી વખતે  વાહનચાલકોએ અત્યંત સાવધાની રાખવી જરુરી છે.પાણીના પ્રવાહ અને રસ્તાની સ્થિતિ નો અંદાજ ન હોવાને કારણે આવા અકસ્માતો થતાં રહે છે. તંત્ર ધ્વારા આવા જોખમી સ્થળો એ ચેતવણી ના બોર્ડ લગાવવા અને લોકો માં જાગૃતિ ફેલાવી જરુરી છે. જેથી કરીને આવા અકસ્માતો અટકાવી શકાય.

Related Posts