શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી ખાતે સ્વર પેટીના કેન્સરથી પીડીત દર્દી મોહનભાઈ ઠાકુર ને સારવાર અર્થે લવાતા તપાસ બાદ તેમની સંપુર્ણ સ્વર પેટી ટોટલ લેરિંજેકટોમી નામની સર્જરી કરી કાઢી નાખવાનું જણાતા આ સર્જરી અનુભવી કેન્સર સર્જન Dr. Anuj Suketu Shah (MBBS , MS , DrNB ) ના નેતૃત્વમાં કરવામાં આવી હતી. તેમની સાથે સર્જિકલ ઑન્કોલોજિસ્ટ Dr. Bhavin Vadodariya અને Dr. Akshar Patel , ડૉ. ગૌરબ મિત્રા પણ ટીમમાં જોડાયા હતા.
ડૉક્ટરોની ટીમે અવાજની નળી સંપૂર્ણ રીતે કાઢી, શ્વાસ લેવા માટે ગળામાં અલગ માર્ગ બનાવ્યો હતો. આ જોખમી સર્જરી બાદ દર્દીની હાલત સંપુર્ણ સ્વસ્થ સ્થિર રહેલ હતી. આ સંપૂર્ણ સારવાર પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) હેઠળ દર્દીને સંપૂર્ણપણે નિઃશુલ્ક આપવામાં આવી હતી.
શાંતાબા જનરલ હોસ્પિટલમાં તમામ પ્રકારના કેન્સરની સારવાર કિમોથેરાપી દ્વારા તથા સર્જરી દ્વારા ઉપલબ્ધ હોવાથી અમરેલી જિલ્લાના દર્દીઓ માટે આ સારવાર સરળતા પૂર્વક ઉપલબ્ધ બની રહે છે.
સમયસરની સફળ સારવાર બદલ દર્દીએ હોસ્પિટલ તથા ડોકટર ટીમનો આભાર વ્યકત કર્યા હતો.
શાંતાબા જનરલ હોસ્પિટલ, અમરેલીમાં સ્વર પેટી કેન્સરના દર્દીની ટોટલ લેરિંજેક્ટોમીની સર્જરી કરી કરાઈ સફળ સારવાર


















Recent Comments