અમદાવાદના હેબતપુર વિસ્તારમાંથી દારૂના જથ્થા સાથે વ્યક્તિની ધરપકડ, ૯.૧૨ લાખનો મુદ્દામાલ કબજે કરાયો
પોલીસે સ્વિફ્ટ કાર સાથે આરોપીની કરી ધરપકડ અમદાવાદના બેડકદેવ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા હેબતપુર ગામ, ઠાકોરવાસમાં દારૂનો જથ્થો વેચાતો હોવાની માહિતી બોડકદેવ પોલીસને મળી હતી. જેને આધારે પોલીસે ઠાકોરવાસના ગરબાચોકમાં દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે નરેશ બચુજી ઠાકોરના મકાન અને તેની સ્વિફ્ટ કારમાંથી રૂ. ૭૪,૯૧૦ ની કિંમતનોદારૂનો જથ્થો તથા બિયરનો જથ્થો કબજે કર્યો હતો. તે સિવાય પોલીસે સ્વિફ્ટ કાર અને મોબાઈલ મળીને કુલ રૂ. ૯,૧૨,૬૬૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ કેસમાં નરેશ બી.ઠાકોરની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
Recent Comments