ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ
ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના
આપેલ હોય,અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ તથા ઇ.ચા. પોલીસ
અધિક્ષકશ્રી જયવીર ગઢવી સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ
મિલકત સબંધી ગુન્હાઓના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર
કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી.
ટીમને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ.
અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી વી.એમ.કોલાદરા નાઓની
રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ મિલકત સબંધી આરોપીની સઘન તપાસ દરમ્યાન બાતમી
હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે એક ઇસમને શંકાસ્પદ મોબાઇલ ફોન સાથે
પકડી પાડી, પકડાયેલ ઇસમની સઘન પુછ પરછ કરતા ધારી તાલુકાના જીરા ગામેથી
મોબાઇલ ફોનની ચોરીની કબુલાત આપતા, ધારી પોલીસ સ્ટેશનનો ચોરીનો
અનડીટેકટ ગુનો ડીટેકટ કરવામાં એલ.સી.બી. ટીમને સફળતા મળેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
મનીષ ઉર્ફે મુનો હિંમતભાઇ વાઘેલા, ઉ.વ.૨૮, રહે.જીરા, ધારની પાછળ, તા.ધારી,જિ.અમરેલી.
કબ્જે કરેલ મુદ્દામાલની વિગતઃ-
એક MOTO G35 મોડલનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિં.રૂ.૧૦,૪૯૯/-
પકડાયેલ આરોપીએ ગુનાની આપેલ કબુલાલની વિગતઃ-
પકડાયેલ ઇસમની સઘન પુછપરછ કરતાં નીચે મુજબના ગુનાની કબુલાત આપેલ છે.
(૧) આજથી આશરે દોઢેક મહિના પહેલા રાત્રીના આશરે બારેક વાગ્યાના અરસામાં
જીરા ગામે એક રહેણાંક મકાને ગયેલ અને આ મકાનમાં એક પલંગમાં મોબાઇલ
ફોન પડેલ હોય, તે MOTO G35 મોડલનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોનની ચોરી કરેલ
હોવાની હકિકત જણાવેલ, જે અંગે ખરાઇ કરતા ધારી પો.સ્ટે. ગુ.ર.નં.
૧૧૧૯૩૦૧૮૨૫૦૩૪૩ /૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા કલમ ૩૦૩(૨) મુજબ
ગુન્હો રજી. થયેલ છે.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ તથા
ઇ.ચા. પોલીસ અધિક્ષકશ્રી જયવીર ગઢવી સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન
હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી વી.એમ.કોલાદરા તથા પો.સ.ઇ. શ્રી
કે.ડી.હડીયા તથા પો.સ.ઇ. શ્રી એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઇ. શ્રી આર.એચ.રતન તથા
હેડ કોન્સ. જાહીદભાઇ મકરાણી, કુલદીપભાઇ દેવભડીંગજી, તુષારભાઇ પાંચાણી,
જનકભાઇ હીમાસીયા તથા પો.કોન્સ. શિવરાજભાઇ વાળા, ભાવિનગીરી ગૌસ્વામી દ્વારા
કરવામાં આવેલ છે.


















Recent Comments