ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ
ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના
આપેલ હોય,અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ અમરેલી
જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુન્હાઓના આરોપીઓને શોધી કાઢી,
તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા
અમરેલી એલ.સી.બી. ટીમને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ.
અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી વી.એમ.કોલાદરા નાઓની
રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ મિલકત સબંધી આરોપીની સઘન તપાસ દરમ્યાન બાતમી
હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે એક ઇસમને રોકડ રકમ, મોબાઇલ ફોન તથા
મોટર સાયકલ સાથે પકડી પાડી, પકડાયેલ ઇસમની સઘન પુછ પરછ કરતા અલગ
અલગ જગ્યાએ ૬ ચોરીઓની કબુલાત આપતા, વાહન તથા મંદીર સહિતના ૬
ચોરીના બનાવનો ભેદ ઉકેલવામાં એલ.સી.બી. ટીમને સફળતા મળેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
ઘનશ્યામ સવજીભાઇ દુધાત, ઉ.વ.૩૦, હાલ રહે.રાજકોટ, બસ સ્ટેન્ડ પાસે તા.જિ.રાજકોટ મુળ રહે.
જંગવડ, તા.જસદણ, જિ.રાજકોટ.
કબ્જે કરેલ મુદ્દામાલની વિગતઃ-
(૧) રોકડા રૂ.૫૯૦/-
(૨) એક હીરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ જેના રજી. નં.GJ 10 CJ
9345 કિં.રૂ.૩૦,૦૦૦/-
(૩) એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ – ૩ જેની કિં.રૂ.૧૭,૦૦૦/-મળી કુલ
કિં.રૂ.૪૭,૫૯૦/- નો મુદ્દામાલ.
પકડાયેલ આરોપીએ ગુનાઓની આપેલ કબુલાલની વિગતઃ-
પકડાયેલ ઇસમની સઘન પુછપરછ કરતાં નીચે મુજબના ગુનાઓની કબુલાત આપેલ
છે.
(૧) આજથી આશરે વીસેક દિવસ પહેલા પોતે રાત્રીના જામનગર જીલ્લાના
લાલપુર તાલુકાના મીઠોઇ ગામ પાસે નાયરા કંપનીના મટીરીયલ ગેટ સામે
આવેલ જય માં આશાપુરા હોટલ પાસે પાર્ક કરેલ હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ
મોટર સાયકલ રજી.નં. જી.જે.૧૦.સીજે ૯૩૪૫ ની ચોરી કરેલ હોવાની હકિકત
જણાવેલ, જે અંગે ખરાઇ કરતા જામનગર જીલ્લા મેઘપર (પડાણા) પો.સ્ટે.
ગુ.ર.નં.૧૧૨૦૨૦૩૮૨૫૦૭૨૫ /૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા કલમ ૩૦૩(૨)
મુજબ ગુન્હો રજી. થયેલ છે.
(૨) ઉપરોક્ત ચોરી બાદ આશરે ૪-૫ દિવસ પછી પોતે ઉપરોક્ત ચોરી કરેલ મોટર
સાયકલ લઇ રાત્રીના આશરે બે વાગ્યા આસપાસ કચ્છ જીલ્લાના ભચાઉ
તાલુકાના સુરજબારી તોલનાકા પાસે ઓરડીની બારીમા ચાર્જીગમા પડેલ વીવો
કંપનીના મોબાઇલ ફોનની ચોરી કરેલ હોવાની હકીકત જણાવેલ છે.
(૩) ઉપરોક્ત ચોરી બાદ આશરે ત્રણેક દિવસ પછી જામનગરથી ચોરી કરેલ મોટર
સાયકલ લઇ રાત્રીના આશરે બે વાગ્યા આસપાસ ગોંડલ ખાતે મોવીયા રોડે,
રેતી ચોકમા મકાનનુ કામ ચાલુ હતુ તેની બાજુમા મજુરો સુતા હતા તેની પાસે
રાખેલ ઓપો કંપનીના મોબાઇલ ફોનની ચોરી કરેલ હોવાની હકિકત જણાવેલ
છે.
(૪) ઉપરોકત ચોરી બાદ ચારેક દિવસ પછી ગઇ તા.૩૦-૩૧/૦૮/૨૦૨૫ના
રાત્રીના આશરે રાત્રીના વડીયા તાલુકાના મોટી કુકાવાવ ગામે, વડીયા તરફ
જતા રોડે ડાબી બાજુ આવેલ સોમનાથ મહાદેવ મંદીરની દીવાલ ટપી મંદીરમાં
પ્રવેશ કરી મંદિરના મુખ્ય દરવાજા પાસે ખુલ્લી ઓશરીની દીવાલમાં લગાડેલ
દાન પેટીનુ તાળુ તોડી, તેમાંથી રોકડા રૂપિયા આશરે રૂ.૪૫૦૦/- તેમજ તે
મંદીરની સામે આવેલ એક મકાનનુ કામ ચાલુ હતુ તે મકાન દરવાજા વગરનુ
ખુલ્લુ હોય જેના રૂમમા સુતેલ વ્યક્તિ પાસે એક ફોન ચાર્જીગમા પડેલ હતો તે
વીવો કંપનીનો મોબાઇલની ચોરી કરી જતો રહેલ, બાદ તેના બીજા દિવસે
ભાવનગરથી ઓખા જતી ટ્રેનમા જતો તે વખતે ખંભાળીયાથી થોડે આગળ
રસ્તામા તે મોબાઇલ ફોન તોડીને ચાલુ ટ્રેને ફેંકી દીધેલ હોવાની હકિકત
જણાવેલ, જે અંગે ખરાઇ કરતા વડીયા પો.સ્ટે. ગુ.ર.નં.
૧૧૧૯૩૦૬૦૨૫૦૨૧૪/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા કલમ
૩૦૫(એ),૩૦૫(ડી), ૩૨૯ મુજબ ગુન્હો રજી. થયેલ છે.
(૫) ઉપરોકત ચોરી બાદ આશરે પાંચેક દિવસ પછી તા.૦૬/૦૯/૨૦૨૫ ના રોજ
અગાઉ જામનગરથી ચોરી કરેલ મોટર સાયકલ લઇ રાત્રીના આશરે સાડા ત્રણેક
વાગ્યા આસપાસ ભરૂચ જીલ્લાના આમોદ ગામે રોડની બાજુમા મકાનનુ કામ
ચાલુ હોય તેની બાજુમા મજુરો સુતા હતા તેની પાસે રાખેલ ઓપો કંપનીના
મોબાઇલ ફોનની ચોરી કરેલ હોવાની હકીકત જણાવેલ છે.
પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસઃ-
પકડાયેલ આરોપી ઘનશ્યામ સવજીભાઇ દુધાત નીચે મુજબના ચોરીઓના ગુનામાં
પકડાયેલ છે.
(૧) એ ડીવી પો.સ્ટે.(રાજકોટ શહેર) ગુ.ર.નં. ૧૧૨૦૮૦૫૦૨૩૦૯૭૦/૨૦૨૩,
ઇ.પી.કો. કલમ ૩૭૯
(૨) ઉપલેટા પો.સ્ટે.(રાજકોટ ગ્રામ્ય) ગુ.ર.નં. ૧૧૨૧૩૦૬૪૨૨૦૨૫૫/૨૦૨૨,
ઇ.પી.કો. કલમ ૩૭૯
(૩) બી ડીવી પો.સ્ટે. (જામનગર) ગુ.ર.નં.૧૧૨૦૨૦૦૯૨૫૧૧૯૪/૨૦૨૫,
બી.એન.એસ કલમ ૩૦૩(૨)
(૪) ગોંડલ સીટી પો.સ્ટે.(રાજકોટ ગ્રામ્ય) ગુ.ર.નં. ૧૧૨૧૩૦૧૫૨૧૦૫૧૮/૨૦૨૧,
ઇ.પી.કો. કલમ ૩૭૯
(૫) કુવાડવા રોડ પો.સ્ટે. (રાજકોટ શહેર) ગુ.ર.નં. ૧૧૯/૨૦૧૯, ઇ.પી.કો. કલમ
૩૭૯
(૬) ઉમરાળા પો.સ્ટે. (ભાવનગર) ગુ.ર.નં. ૧૧૧૯૮૫૯૨૩૦૪૮૨/૨૦૨૩, ઇ.પી.કો.
કલમ ૩૭૯
(૭) સાબરમતી રેલ્વે પો.સ્ટે. (અમદાવાદ શહેર) ગુ.ર.નં.
૧૧૯૯૪૦૧૨૨૩૦૦૪૫/૨૦૨૩, ઇ.પી.કો. કલમ ૩૭૯
(૮) બીલખા પો.સ્ટે. (જુનાગઢ) ગુ.ર.નં. ૧૧૨૦૩૦૦૮૨૫૦૦૯૬/૨૦૨૫, બી.એન.એસ
કલમ ૩૦૩(૨)
(૯) પ્રદ્યુમનનગર પો.સ્ટે. (રાજકોટ શહેર) ગુ.ર.નં. ૧૧૨૦૮૦૪૪૨૧૨૩૧૯/૨૦૨૧,
ઇ.પી.કો. કલમ ૩૭૯
(૧૦) બી ડીવી પો.સ્ટે. (જામનગર) ગુ.ર.નં.૧૧૨૦૨૦૦૯૨૩૦૬૭૪/૨૦૨૩, ઇ.પી.કો.
કલમ ૩૭૯
(૧૧) બી ડીવી પો.સ્ટે. (જુનાગઢ) ગુ.ર.નં.૧૧૨૦૩૦૨૪૨૫૦૨૫૩ /૨૦૨૫,
બી.એન.એસ કલમ ૩૦૩(૨)
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબનાઓની
સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી
વી.એમ.કોલાદરા તથા પો.સ.ઇ. શ્રી કે.ડી.હડીયા તથા પો.સ.ઇ. શ્રી એમ.ડી.ગોહિલ
તથા પો.સ.ઇ. શ્રી આર.એચ.રતન તથા એ.એસ.આઇ. હરેશસિંહ પરમાર તથા હેડ
કોન્સ. આદિત્યભાઇ બાબરીયા, તુષારભાઇ પાંચાણી તથા પો.કોન્સ. રમેશભાઇ સીસારા
દ્વારા કરવામાં આવેલ છે.
Recent Comments