અમરેલી તાલુકાના જાળીગા ગામે આવેલ ધી અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કમાં
ગઇ તા.૧૦/૦૭/૨૦૨૫ નાં કલાક ૧૮/૧૫ થી તા.૧૧/૦૭/૨૦૨૫ નાં કલાક ૦૭/૦૦
વાગ્યા દરમ્યાન કોઇ અજાણ્યા ઇસમોએ બિલ્ડીંગના પ્રવેશદ્રાર આગળ ફીટ કરેલ લોખંડની
ગ્રીલનું તાળુ તોડી રાત્રીના સમયે બેન્કના બિલ્ડીંગમાં પ્રવેશ કરી બેન્કમાં ચોરી કરવાનો
પ્રયત્ન કરી ગુનો કરેલ હોય, જે અંગે બેન્કના મેનેજર શ્રી ભદ્રેશભાઇ જીવરાજભાઇ માલવીયા
રહે.મોટા માંડવડા તા.જિ.અમરેલી વાળાએ અજાણ્યા ઇસમો વિરૂધ્ધ ફરીયાદ જાહેર કરતા
અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૪૨૫૦૩૫૪/૨૦૨૫, ભારતીય
ન્યાય સંહીતા – ૨૦૨૩ ની કલમ ૩૩૧(૪), ૬૨ મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ.
ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ
ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ
હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબનાઓએ આ પ્રકારના અનડીટેક્ટ
ગુનાઓના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અમરેલી
એલ.સી.બી.ને માર્ગદર્શન આપેલ હતું.
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી વી.એમ.કોલાદરા
નાઓની રાહબરી હેઠળ એલ.બી.ટીમ દ્વારા અનડીટેક્ટ ગુનાના અજાણ્યા આરોપી અંગે સઘન
તપાસ કરવામાં આવેલ. તેમજ આવી એમ.ઓ. ધરાવતા ઇસમો અંગે તપાસ કરવામાં
આવેલ, ગુનાના આરોપીને પકડી પાડવાના સઘન પ્રયાસો દરમ્યાન બાતમી હકિકત તેમજ
ટેકનીકલ સોર્સ આધારે ત્રણ પરપ્રાંતીય ઇસમોને પકડી પાડી, પકડાયેલ ઇસમોની સઘન
પુછપરછ કરતાં અમરેલી તાલુકાના જાળીયા ગામે મધ્યસ્થ સહકારી બેન્કમાં ચોરીના
ઉપરોકત ગુનાની કબુલાત આપતા, અનડીટેક્ટ ગુનો ડીટેકટ કરવામાં એલ.સી.બી. ટીમને
સફળતા મળેલ છે.
પકડાયેલ આરોપીઓની વિગતઃ-
(૧) રાલુ ઉર્ફે રાહુલ સવલસિંહ બામણીયા, ઉ.વ.૩૦, રહે.ઠંડલા, પીપળા ફળીયુ, તા.ઉદેગઢ,
જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ) હાલ રહે.નવા ખીજડીયા ગામની સીમ, તા.જિ.અમરેલી.
(૨) રૂપેન્દ્ર ઉર્ફે રૂપેન પ્યારસિંહ ડાવર, ઉ.વ.૨૦, રહે.બૈયડા, બાપદેવ ફળીયા, તા.જોબટ,
જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ) હાલ રહે.રાજકોટ, શાપર, રીબડા જી.આઇ.ડી.સી.
તા.જિ.રાજકોટ.
(૩) હતરસિંહ સબલાસિંહ અજનાર, ઉ.વ.૨૨, રહે.કુંડલવાસ, મોહનીયા ફળીયુ, તા.ઉદેગઢ,
જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ)
પકડવાના બાકી આરોપીની વિગતઃ-
(૧) મલસિંહ નીરભેસિંહ મોહનીયા (મુવેલ) રહે.કુંડલવાસ, મોહનીયા ફળીયુ, તા.જોબટ,
જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ).
કબ્જે કરેલ મુદ્દામાલની વિગતઃ-
એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ – ૨ કિં.રૂ.૧૫,૦૦૦/- તથા એક કીપેઇડ વાળો મોબાઇલ ફોન
કિં.રૂ.૫૦૦/- તથા એક લોખંડના ગણેશીયા જેવો સળીયા કિં.રૂ.૧૦/- તથા એક હીરો
કંપનીનું સ્પ્લેન્ડર મોડલનું મોટર સાયકલ રજી. નંબર MP-69- ZB -1756 કિં.રૂ.૫૦,૦૦૦/-
મળી કુલ કિં.રૂ. ૬૫,૫૧૦/- નો મુદ્દામાલ.
પકડાયેલ આરોપીઓએ ગુનાઓની આપેલ કબુલાતની વિગતઃ-
(૧) આજથી આઠેક દિવસ પહેલા પકડાયેલ આરોપીઓ તથા પકડવાનો બાકી આરોપી
એમ ચારેય સાથે મળી અમરેલી તાલુકાના જાળીયા ગામે રાત્રીના ગયેલ અને આ
ગામે સ્કુલ પાસે આવેલ મધ્યસ્થ સહકારી બેંકની ગ્રીલનુ તાળુ તોડી, દરવાજાનો
નકુચો તોડી, બેંકની અંદર ગયેલા. આ બેન્કના કાઉન્ટરની બાજુમા પડેલ કબાટ
ખોલવા પ્રયત્ન કરતા પરંતુ ખુલેલ નહી અને ઓફીસનો સરસામાન વિખેલ પરંતુ
તેમાથી કોઇ રોકડ રકમ કે દાગીના નહી મળતા પોતે જતા રહેલ હોવાની હકિકત
જણાવેલ હોય, જે અંગે ખરાઇ કરતા અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.
૧૧૧૯૩૦૦૪૨૫૦૩૫૪/૨૦૨૫, ભારતીય ન્યાય સંહીતા – ૨૦૨૩ ની કલમ
૩૩૧(૪), ૬૨ મુજબ ગુન્હો રજી. થયેલ છે.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબનાઓની
સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી વી.એમ.કોલાદરા
તથા પો.સ.ઇ.શ્રી કે.ડી.હડીયા તથા એ.એસ.આઇ. કનાભાઇ સાંખટ, હરેશસિંહ પરમાર તથા
હેડ કોન્સ. મનિષભાઇ જાની, મહેશભાઇ મુંધવા, તુષારભાઇ પાંચાણી, અશોકભાઇ
કલસરીયા, હરેશભાઇ કુંવારદાસ તથા પો. કોન્સ. રમેશભાઇ સીસરા દ્વારા કરવામાં આવેલ
છે.
Recent Comments