fbpx
ગુજરાત

ગુજરાત સરકારની પ્રતિષ્ઠિત એવી રાજ્યકક્ષાની તાલીમ સંસ્થા એટલે “સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા”-SPIPA

અધિકારીઓ તેમજ કર્મચારીઓને સરકારી નિયમો અને કાર્યપ્રણાલીઓનું અદ્યતન જ્ઞાન આપી અસરકારક સેવા પૂરી પાડવા માટે તાલીમબદ્ધ કરવાનું જરૂરી કાર્ય કરવામાં આવે છે. ગુજરાત સરકારની પ્રતિષ્ઠિત એવી રાજ્યકક્ષાની તાલીમ સંસ્થા એટલે “સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા”-જીઁૈંઁછ. માનવ સંસાધન કૌશલ્યવર્ધન થકી સુશાસનને સરળ બનાવવાના હેતુસર અધિકારીઓ અને કર્મચારીઓ માટે મુખ્યત્વે સ્પીપા, અમદાવાદ સહિત વિવિધ તાલીમ કેન્દ્રો દ્વારા વિવિધ તાલીમ કાર્યક્રમો અને પરીક્ષાઓનું આયોજન કરવામાં આવે છે. આ સંસ્થા દ્વારા રાજ્ય સરકારની સેવામાં નવી નિમણૂક પામી જાેડાતા અધિકારીઓ તેમજ કર્મચારીઓને સરકારી નિયમો અને કાર્યપ્રણાલીઓનું અદ્યતન જ્ઞાન આપી અસરકારક સેવા પૂરી પાડવા માટે તાલીમબદ્ધ કરવાનું જરૂરી કાર્ય કરવામાં આવે છે.

સ્પીપા ખાતે વર્ગ-૧ અને વર્ગ-૨ના અધિકારીઓ તેમજ વર્ગ-૩નાં કર્મચારીઓ માટેની પૂર્વ સેવા તાલીમનું આયોજન કરવામાં આવે છે. આ તાલીમને અંતે પરીક્ષા યોજાય છે, જે નિયત તકોમાં પાસ કરવી દરેક અધિકારી-કર્મચારી માટે ફરજિયાત હોય છે. વર્ષ ૨૦૨૩-૨૪માં કુલ ૨૨ પૂર્વ સેવા તાલીમાંત તેમજ બઢતી માટેની ખાતાકીય પરીક્ષાઓમાં ૨૫૪૦ પરીક્ષાર્થીઓ તથા વર્ષ ૨૦૨૪-૨૫ એપ્રિલ થી નવેમ્બર માસ સુધી કુલ ૧૨ પૂર્વ સેવા તાલીમાંત તેમજ બઢતી માટેની ખાતાકીય પરીક્ષાઓમાં ૨૯૩૮ પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્પીપા દ્વારા પ્રોબેશ્નર આઇ.એ.એસ. અધિકારીઓ તેમજ રાજ્ય સરકારના અધિકારીઓ-કર્મચારીઓ માટે સમયની માંગ મુજબની તાલીમ, વિવિધ નિયમો અને વિનિમયો પરની સેવાકાળ દરમિયાનની ખાતાકીય તાલીમ, ઇન્ડકશન તાલીમ, માહિતી અધિકાર અને જાહેર સેવાઓ અંગેના નાગરિકોના અધિકાર અધિનિયમ સંબધિત તાલીમ કાર્યક્રમો, ઉ્‌ર્ં સંબંધિત કાર્યક્રમો સંદર્ભે નોડલ સંસ્થા તરીકે તાલીમ કાર્યક્રમો,

રાજ્ય અને રાષ્ટ્રીયકક્ષાના પરિસંવાદો, કાર્યશાળાઓ, પરિષદો, ચર્ચાઓ, લેક્ચર સિરીઝ, કસ્ટમાઇઝડ તાલીમ કાર્યક્રમો, વહીવટી વિકાસ કાર્યક્રમો, જ્ઞાનવર્ધક કાર્યક્રમો, ગુજરાત સેન્ટર ફોર ગુડ ગવર્નન્સ દ્વારા ક્ષમતા નિર્માણ કાર્યક્રમો, સીસીસી પરીક્ષાઓ માટે તાલીમ અને પરીક્ષા વગેરેનું આયોજન કરવામાં આવે છે. સ્પીપા તાલીમ કેન્દ્રમાં વર્ષ ૨૦૨૩-૨૪ અને વર્ષ ૨૦૨૪-૨૫માં અનુક્રમે ગેઝેટેડ ઓફિસર્સ બેચના ૨૭૨ અને ૨૧૫, વર્ગ-૩ના ૨૦૭૯ અને ૧૫૧૫, કસ્ટમાઈઝ તાલીમમાં ૯૪૩ અને ૩૪૬, ઇ.ડી.પી. તાલીમમાં ૫૪૯ અને ૨૩૭૯, આર.ટી.આઈ. એક્ટ-૨૦૦૫ની તાલીમમાં ૧૯૨૮ અને ૧૨૩૮, આર.સી.પી.એસ. એક્ટ-૨૦૧૩ની તાલીમમાં ૧૨૪૪ અને ૭૮૦ તેમજ ઝ્રઝ્રઝ્ર તાલીમમાં ૮૭૯ અને ૧૮૯ જેટલા તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો.

રાજ્યના વધુમાં વધુ યુવાનો યુનિયન પબ્લિક સર્વિસ કમિશન-ેંઁજીઝ્ર દ્વારા લેવાતી વહીવટી સેવા અને તેની સંલગ્ન પરીક્ષાની ઉચ્ચકક્ષાની તાલીમ આપવાના હેતુથી સ્પીપા, અમદાવાદ અને તેના નિયંત્રણ હેઠળના પ્રાદેશિક તાલીમ કેન્દ્રો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણા તેમજ ગુજરાત કોમર્સ કોલેજ ખાતે પસંદગી પામેલ ઉમેદવારો માટેના તાલીમવર્ગ ચલાવવામાં આવે છે. તદુપરાંત ૈંમ્ઁજી, ઇમ્ૈં, જીમ્ૈં, ન્ૈંઝ્ર જેવી વિવિધ સંસ્થાઓ દ્વારા યોજાતી ભરતી પરીક્ષાઓ માટે ગુજરાતનાં યુવાનોને તાલીમબદ્ધ કરવા માટે સી.જી.આર.એસ સ્ટડી સેન્ટર વર્ષ ૨૦૧૩-૧૪થી કાર્યરત છે. દર વર્ષે પ્રવેશ પરીક્ષાની પ્રક્રિયાને અંતે પસંદગી પામતા ૧૦૦ જેટલા યુવક-યુવતીઓને સ્પીપા ખાતે વિનામૂલ્યે સઘન તાલીમ આપવામાં આવે છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો તથા સરકારી અધિકારીઓ-કર્મચારીઓને સુવ્યવસ્થિત તેમજ યોગ્ય તાલીમ મળી રહે તે હેતુસર સ્પીપાના અદ્યતન સુવિધાઓયુક્ત કેમ્પસ બનાવવામાં આવ્યા છે.

આ વિવિધ કેમ્પસોમાં આધુનિક રૂમ, ડાઇનીંગ હોલ, વેઇટીંગ લોન્જ, સેમિનાર હોલ, લેન્ડ સ્કેપીંગ, લાયબ્રેરી, કોમ્પ્યૂટર લેબ, જીમ જેવી સુવિધાઓથી સજ્જ હોસ્ટેલો કાર્યરત કરવામાં આવી છે. આ ઉપરાંત સ્પીપા ખાતે ેંઁજીઝ્ર સિવિલ સર્વિસીઝ પરીક્ષા માટે વિનામૂલ્યે પ્રશિક્ષણ આપવામાં આવે છે તથા લાયબ્રેરીમાં પરીક્ષાની તૈયારી માટે જરૂરી એવા તમામ પ્રકારના પુસ્તકો, મેગેઝીન, ન્યુઝ પેપર્સ વગેરે ઉપલબ્ધ કરવામાં આવે છે. આ ઉપરાંત ઉમેદવારો તૈયારી કરવા માટે ઇન્ટરનેટના માધ્યમનો ઉપયોગ કરી શકે તે હેતુથી વિનામૂલ્યે વાઇ-ફાઇ ફેસીલીટી પણ આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવક-યુવતીઓને પ્રોત્સાહન મળી રહે તે માટે વિવિધ નાણાકીય સહાય પણ આપવામાં આવે છે. જેમ કે તાલીમવર્ગમાં પ્રવેશ મેળવ્યેથી વધુમાં વધુ સાત મહિના માટે પ્રતિમાસ રૂ.૨૦૦૦ પ્રોત્સાહન સહાય, ેંઁજીઝ્રની પ્રિલિમ પરીક્ષા પાસ કરનાર યુવકને રૂ.૨૫૦૦૦ અને યુવતીને રૂ.૩૦૦૦૦ ેંઁજીઝ્રની મુખ્ય પરીક્ષા પાસ કરનાર યુવકને રૂ.૨૫૦૦૦ અને યુવતીને રૂ.૩૦૦૦૦ તથા ેંઁજીઝ્રની પરીક્ષામાં ફાઈનલ પસંદગી પામનાર ગુજરાતના ડોમિસાઇલ યુવકને રૂ.૫૧૦૦૦ અને યુવતીને રૂ.૬૧૦૦૦ તેમજ ગુજરાતના નોન-ડોમિસાઇલ યુવકને રૂ.૨૧૦૦૦ અને યુવતીને રૂ.૩૧૦૦૦ પ્રોત્સાહન સહાય આપવામાં આવે છે.

જેના પરિણામે વર્ષ ૨૦૨૩માં લેવાયેલી ેંઁજીઝ્ર પરીક્ષામાં સ્પીપાના કુલ ૨૬ ઉમેદવારો સફળ થયા હતા. આમ, સંસ્થાના સ્થાપના વર્ષ ૧૯૯૨થી અત્યાર સુધીમાં કુલ ૨૮૬ ઉમેદવારો અંતિમ પસંદગી પામ્યા છે. વર્ષ ૨૦૦૯માં ગુજરાતનાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી. નીતિનિર્માણ અને સેવા વિતરણ પ્રક્રિયાઓમાં આધુનિક અને અસરકારક અભિગમનો ઉપયોગ કરીને રાજ્યમાં સુશાસનની દિશામાં યોગદાન આપી શકે તેમજ સરકારી વિભાગોમાં પરિવર્તન માટે ઉત્પ્રેરક તરીકે સેવા આપી શકે તે હેતુથી સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૨૩-૨૪મા આ યોજનામાં કુલ ૧૮ જેટલા યુવાનોએ લાભ લીધો હતો. સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ ૨૦૨૪-૨૫ માટે બજેટમાં રૂ.૨૯૯ લાખની તથા વર્ષ ૨૦૨૫-૨૬ માટે રૂ. ૩૫૦ લાખની જાેગવાઈ કરવામાં આવી છે, એમ સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા-સ્પીપાની યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts