અમરેલી જિલ્લા વહીવટી તંત્ર અને સમાજ સુરક્ષા વિભાગ-અમરેલી દ્વારા શુક્રવારે ‘દિવ્યાંગ સાધન સહાય વિતરણ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના ડો. બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે ઉર્જા અને કાયદો-ન્યાય રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને દિવ્યાંગજનોને સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યમંત્રીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજના હસ્તે દિવ્યાંગજનોને રૂ. ૧૫,૪૦,૫૭૫ની કિંમતના હાર્મોનિયમનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૧૬૭ લાભાર્થીઓને રાજ્ય સરકારની યોજના અંતર્ગત હાર્મોનિયમની ભેટ મળી હતી.
આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી પ્રેરક સંબોધન કરતા રાજ્યમંત્રીશ્રી વેકરીયાએ જણાવ્યું હતું કે, આગઉ વિવિધ પ્રકારની શારીરિક ક્ષતિ ઘરાવતા ભાઈઓ અને બહેનોને ‘’દિવ્યાંગ’’ તરીકે ઓળખ આ૫વામાં આવી. તેમના દ્વારા દિવ્યાંગ શબ્દને ખરા અર્થમાં સાર્થક કરવા ધણી યોજનાઓ બહાર પાડવામાં આવી જેનો વિશાળ સંખ્યામાં દિવ્યાંગજનો લાભ લઇ રહ્યા છે.
રાજયના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ ૫ટેલ સાહેબ ૫ણ હરહંમેશ દિવ્યાંગોની ચિંતા કરતા હોય છે. અને તેના ઉત્કર્ષ માટે સતત પ્રયત્નશીલ હોય છે. ૫હેલા જે યોજનાના લાભ લેવા માટે BPL સ્કોરના દાખલાની જરૂર ૫ડતી તેના બદલે મુખ્યમંત્રીશ્રીએ દરેક યોજનામાંથી BPL સ્કોરને દૂર કર્યો છે. ૫હેલા દર મહિને રૂ.૧,૦૦૦ આર્થિક સહાય યોજના માટે ૮૦% દિવ્યાંગતા જરૂરી હતી તેના બદલે ૬૦% દિવ્યાંગતાની મર્યાદા મુખ્યમંત્રીશ્રીના આ સંવેદનશીલ નિર્ણયના લીધે મહત્તમ દિવ્યાંગજનો યોજનાનો લાભ લઈ રહ્યા છે.
આ પ્રસંગે તેમણે ઉમેર્યું હતું કે, સમાજ સુરક્ષા વિભાગ-અમરેલી દ્વારા જિલ્લામાં સંત સુરદાસ યોજનામાં ૨,૮૭૮ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત દિવ્યાંગ લગ્ન સહાય યોજનાનો ૩૭ દિવ્યાંગોને લાભ આપવામાં આવ્યો છે. ૧૧૦૯ લાભાર્થીઓને નિરામય હેલ્થ ઇનશ્યોરન્સ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. બૌદ્ધિક અસમર્થતા ધરાવતા ૨,૨૯૪ મનોદિવ્યાંગ વ્યક્તિને આર્થિક સહાય યોજનાનો લાભ મળ્યો છે. ૧૫૪ લાભાર્થીઓને દિવ્યાંગ સાધન સહાય યોજનાનો લાભ મળ્યો છે. જ્યારે ૧૦૧ લાભાર્થીઓને શિષ્યવૃત્તિ યોજનાનો લાભ મળ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી એસ.ટી. બસમાં નિઃશુલ્ક મુસાફરીની યોજનાનો લાભ ૧૬,૭૨૯ વ્યક્તિઓને આપવામાં આવ્યો છે.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પે ભારદ્વાજે ઉપસ્થિત લાભાર્થીઓને જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દિવ્યાંગજનોને અનેક યોજનાનો લાભ આપી રહી છે જેનો બહોળી સંખ્યામાં લાભ દિવ્યાંગજનોને મળી રહ્યો છે. તેમણે વધુમાં વધુ દિવ્યાંગજનોને આ યોજનાઓનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એન.એમ.પુરોહિતે રાજ્યમંત્રીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રીનું અભિવાદન કરીને પ્રાસંગિક ઉદ્ધબોધન કર્યું હતું. કાર્યક્રમમાં દિવ્યાંગ લાભાર્થીઓ, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ અને કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.



















Recent Comments