સુરત શહેર હોમગાર્ડ્સ એ-ઝોન તેમજ મહિલા યુનિટ દ્વારા સિવિલ ડિફેન્સ દિવસ નિમિત્તે “સ્વસ્થ્ય જ સાચું ધન છે” વિષય પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.સુરત શહેર હોમગાર્ડ્સ તથા મહિલા યુનિટ દ્વારા માનપુરા બહુમાળી ભવન ખાતે પરેડ દરમિયાન સિવિલ ડિફેન્સ અને “સ્વસ્થ્ય જ સાચું ધન છે” વિષય પર પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું.
સુરત શહેરના કમાન્ડન્ટ ડૉ. પ્રફુલ્લ શિરોયાએ ‘વિશ્વ નાગરિક સુરક્ષા દિવસ’ (World Civil Defence Day) વિશે માહિતી આપી કે દર વર્ષે 1લી માર્ચે સમગ્ર વિશ્વમાં નાગરિક સુરક્ષાના મહત્વ અને તેના માટે પોતાનું જીવન બલિદાન આપનાર વ્યક્તિઓના સન્માનમાં આ દિવસ ઉજવવામાં આવે છે.
આ દિવસનો મુખ્ય ઉદ્દેશ નાગરિક સુરક્ષા, નાગરિક સંરક્ષણ અને આપત્તિ વ્યવસ્થાપન અંગે જનજાગૃતિ વધારવાનો છે, જેથી કોઈપણ વ્યક્તિ આપત્તિ સમયે પોતાને તથા અન્ય લોકોને બચાવવા અને જોખમ ઘટાડવા માટે વધુ તૈયાર રહી શકે.
આ દિવસ કુદરતી આફતો, અકસ્માતો અને અન્ય કટોકટીની પરિસ્થિતિઓમાં લોકો અને તેમની સંપત્તિને સુરક્ષિત રાખવા માટેના પગલાં અંગે જાગૃતિ લાવવા માટે સમર્પિત છે.જોકી સિવિલ હોસ્પિટલના રેસ્પિરેટરી વિભાગના વડા, ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના નેશનલ જૉઇન્ટ સેક્રેટરી અને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય ડૉ. પારુલ વડગામાએ સ્વસ્થ્ય વિષય પર માર્ગદર્શન આપતા જણાવ્યું કે:સ્વસ્થ્ય જ સૌથી મોટું ધન છે.જો શરીર સ્વસ્થ હોય તો જીવન સુખમય બને છે.બીમાર વ્યક્તિ પાસે ધન હોવા છતાં ખુશ રહી શકતો નથી.સારો સ્વસ્થ્ય આપણને કાર્ય કરવાની શક્તિ આપે છે નિયમિત વ્યાયામ અને સંતુલિત આહાર ખૂબ જ જરૂરી છે.સ્વચ્છતા દ્વારા અનેક રોગોથી બચી શકાય છે.માનસિક સ્વસ્થ્ય પણ એટલું જ મહત્વનું છે.
તન અને મન બંનેનું સ્વસ્થ રહેવું જરૂરી છે.સ્વસ્થ્ય જ સાચી સમૃદ્ધિનો આધાર છે.મહિલાઓને સ્તન કૅન્સર તથા ગર્ભાશયના મુખના કૅન્સર માટે પેપ સ્મિયર ટેસ્ટ અંગે માહિતી આપવામાં આવી. તેમજ ભારત સરકાર દ્વારા સર્વાઇકલ કૅન્સરથી બચાવ માટે 9 થી 14 વર્ષની દીકરીઓ માટે આપવામાં આવતી મફત રસીકરણ યોજનાનો લાભ લેવા માટે પણ પ્રેરણા આપવામાં આવી.કાર્યક્રમનું સંચાલન સેકન્ડ કમાન્ડન્ટ પ્રણવ ઠાકરે કર્યું.એ-ઝોન ઓસી સુનીલ મૈસૂર્ય, મહિલા ઓસી ધોત્રુબેન શિન્દે, એનસીઓ તેમજ હોમગાર્ડ્સ મિત્રોએ સહયોગ આપ્યો.


















Recent Comments