અમરેલી

સહકારિતા મંત્રાલયની ગૌરવસભર ચાર વર્ષીય યાત્રા : દિલીપ સાંઘાણી

સહકારિતામાં પારદર્શિતા અને કાર્યક્ષમતા લાવવા માટે પેક્સ કમ્પ્યુટરીકરણની પ્રક્રિયાને ઝડપથી અમલમાં

મૂકવામાં આવી છે.

સહકારિતામાં તાલીમપ્રાપ્ત કુશળ યુવાનોની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે દેશની પ્રથમ “ત્રિભુવન

સહકારી યુનિવર્સિટી”ની સ્થાપના કરવામાં આવી છે

મંત્રાલયેચાર વર્ષમાં 60 થી વધુ મહત્વપૂર્ણ પહેલો શરૂ કરી છે, જેનો લાભ દેશભરની સહકારી સંસ્થાઓને

મળી રહ્યો છે.

સહકારી સંસ્થાઓનું ડેટાબેસ તૈયાર કરવામાં કેન્દ્રીય મંત્રી શ્રી શાહના નેતૃત્વ હેઠળ મંત્રાલયે અવિરત પ્રયાસો

કર્યા છે.

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી જી એ આપેલા “સહકારથી સમૃદ્ધિ” સંકલ્પને સાકાર કરવા માટે કેન્દ્રીય
સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કોઈ કસર નથી છોડી. નવા સહકારિતા મંત્રાલયની સ્થાપના બાદ ચાર
વર્ષોમાં સહકાર ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ જોવા મળી છે. શ્રી અમિતભાઈશાહના નેતૃત્વમાં જ્યાં સહકારિતાની
ખામીઓ ઓળખી અને તેમને દૂર કરવાની દિશામાં ઝડપથી પગલાં લેવાયા, ત્યાં બીજી તરફ સહકારિતાને
નવી દિશા આપવા માટે નોંધપાત્ર સુધારાઓ કરવામાં આવ્યા. જે “સહકારિતાની બીજી ક્રાંતિ” કહી શકાય
એમાં અતિશયોક્તિ નહીં કહેવાય. આ સમયગાળામાં સહકારિતામાં 60 થી વધુ મહત્વપૂર્ણ પહેલ કરવામાં
આવી છે.

સહકારી સંસ્થાઓનું ડેટાબેસ તૈયાર કરવામાં કેન્દ્રીય મંત્રી શ્રી શાહના નેતૃત્વ હેઠળ મંત્રાલયે અવિરત પ્રયાસો
કર્યા છે. મોડેલ ઉપનિયમોથી પેક્સથી લઈને એપેક્સ સુધીમાં સુધારાઓ જોવા મળ્યા છે. દેશમાં
સહકારિતાને દરેક ગામ સુધી પહોંચાડવા માટે કુલ બે લાખ વધારાના પેક્સની રચના કરવાનો લક્ષ્ય
રાખવામાં આવ્યો છે, જેમાં ખેતી, ડેરી, માછીમારી અને મીઠા પેક્સનો સમાવેશ થાય છે.

સહકારિતામાં પારદર્શિતા અને કાર્યક્ષમતા લાવવા માટે પેક્સ કમ્પ્યુટરીકરણની પ્રક્રિયાને ઝડપથી અમલમાં
મૂકવામાં આવી છે. સહકારિતાના પુનરોજ્જીવનની કામગીરીમાં શ્રી શાહે રાજ્યોને સાથે રાખી આગળ
વધ્યા છે. જૂના સહકારી કાયદાઓમાં યોગ્ય સુધારાઓ કરીને નવી જોગવાઈ ઓ કરવામાં આવી છે.
સહકારિતામાં કાનૂની સુધારાના ભાગરૂપે મલ્ટી-સ્ટેટ કોઓપરેટિવ એક્ટમાં જરૂરી સુધારાઓ કરવામાં આવ્યા
છે. સહકારિતામાં ચૂંટણી માટે અલગથી “મધ્યવર્તી સહકારી ચૂંટણી અધિકરણ” ની સ્થાપના કરવામાં આવી
છે.

પેક્સને સશક્ત બનાવવા માટે વેપાર પ્રવૃત્તિઓ સાથે જોડવામાં આવ્યા છે, જેમાં વિવિધ મંત્રાલયોની
યોજનાઓનો સમાવેશ થયો છે. સહકારિતામાં યુવાનોને જોડવા માટે અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી
છે. સહકારિતામાં તાલીમપ્રાપ્ત કુશળ યુવાનોની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે દેશની પ્રથમ “ત્રિભુવન
સહકારી યુનિવર્સિટી”ની સ્થાપના કરવામાં આવી છે, જેમાં આ સત્રથી શિક્ષણ કાર્ય શરૂ થવા જઈ રહ્યું છે.
આ યુનિવર્સિટી સહકારી વહીવટ, નેતૃત્વ, ઉદ્યોગસાહસિકતા, ડિજીટલ મેનેજમેન્ટ અને નીતિ નિર્માણ જેવા
ક્ષેત્રોમાં વિશિષ્ટ અભ્યાસક્રમો દ્વારા વિદ્યાર્થીઓ અને સહકારી કર્મચારીઓને તાલીમ આપશે. આ
યુનિવર્સિટી દ્વારા સહકારી બેંક, માર્કેટિંગ સંઘ, રહેઠાણ સમિતિઓ, કૃષિ સેવા સમિતિઓ અને અન્ય
ક્ષેત્રોમાં કુશળ માનવ સંસાધનોની જરૂરિયાત પૂર્ણ થશે.

સરકારી ખાંડ મિલોની સમસ્યાઓનો ઉકેલ લાવતી વખતે કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી શાહે તેમને ખાનગી
અને જાહેર ખાંડ મિલો સાથે સમાન તકો આપી છે. તેમની ઇન્કમ ટેક્સ નીતિને યુક્તિસંગત બનાવી દેવામાં
આવી છે અને આર્થિક પડકારો દૂર કરવામાં આવ્યા છે.

રાષ્ટ્રીય સ્તરે ત્રણ નવી સહકારી સંસ્થાઓ – બીજ, નિકાસ અને ઓર્ગેનિક્સ – ની રચના કરવામાં આવી છે,
જે ખેડૂતોની આવક વધારવામાં મદદરૂપ થઈ છે. દેશની અન્ન સલામતીને ધ્યાનમાં રાખી સહકાર ક્ષેત્રે
વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત ગ્રામ પંચાયત સ્તરે
ગોડાઉન બનાવવાની યોજના પર કામ શરૂ થયું છે. પાયલોટ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ પ્રથમ તબક્કાનો આરંભ
કરવામાં આવ્યો છે.

ખેડૂતોની મુશ્કેલીઓ ઓછી કરવા માટે સહકારિતા મંત્રાલયે નોંધપાત્ર પહેલ કરી છે. હવે સહકારી
સંસ્થાઓને ખેડૂતોના ઉત્પાદનને MSP ભાવે ખરીદવાની જવાબદારી સોંપવામાં આવી છે. નેફેડ અને
એનસીસીએફ જેવી સંસ્થાઓ દાળ અને તેલબિયાંને એમએસપી પર ખરીદી રહી છે.

સરકારી પહેલથી સહકારી બેંકોને હવે જાહેર અને ખાનગી બેંકો જેવી સગવડો મળવા લાગી છે. નવી
શાખાઓ ખોલવાની મંજૂરી તેમજ વ્યવસાય વિસ્તરણની છૂટછાટ આપવામાં આવી છે. NCDC ના લોન
વિતરણમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ચાલુ નાણાકીય વર્ષમાં તેનું લક્ષ્ય લગભગ પોણા બે લાખ કરોડ
રૂપિયા છે. જેના પરિણામે સહકારી સંસ્થાઓ આર્થિક રીતે વધુ મજબૂત બની રહી છે.સહકારિતા મંત્રાલયે
આ ચાર વર્ષમાં 60 થી વધુ મહત્વપૂર્ણ પહેલો શરૂ કરી છે, જેના લાભ દેશભરની સહકારી સંસ્થાઓને મળી
રહ્યો છે.

ભારતમાં સહકારી આંદોલનની સમૃદ્ધ અને પ્રભાવશાળી પરંપરા રહી છે. ખાસ કરીને ગ્રામિણ અને કૃષિ
આધારિત અર્થતંત્રમાં આંદોલનના માધ્યમથી વ્યાપક સામાજિક-આર્થિક પરિવર્તન આવ્યું છે. દેશભરમાં
હાલમાં 8.5 લાખથી વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત છે, જેમાં લગભગ 29 કરોડ નાગરિકો સભ્ય તરીકે

જોડાયા છે. આ સંસ્થાઓ કૃષિ ઉત્પાદન, ગ્રામિણ નાણાંકીય સેવાઓ, રહેઠાણ, માર્કેટિંગ, ઉપભોક્તા
સેવાઓ, ડેરી ક્ષેત્ર, માછીમારી અને અન્ય ઉદ્યોગોમાં સક્રિય ભાગીદારી નિભાવી રહી છે.

દિલીપ સંઘાણી
અધ્યક્ષ, NCUI, IFFCO & GUJCOMASOL,
પૂર્વ મંત્રી ગુજરાત.

Related Posts