ભારતીય સહકારિતા માટે ગૌરવાન્વિત ક્ષણ “દિલ્હીમાં યોજાયેલ ICAગ્લોબલ કોન્ફરન્સ”
સહકારની સરિતા અસ્ખલિત વહેતી હોય છે, તેને કોઈ કિનારા હોતા નથી. હા…. જ્યાંથી પસાર થાય ત્યાં નાના-મોટા વિકાસ કે આર્થિક ટેકાનું વાવેતર કરતી જાય. સહકાર એ શબ્દ કરતાં સામાજીક ઉત્થાનનું મહત્વનું અંગ છે તેમ વિશ્વાસ સાથે કહી શકું. કારણ કે, ક્યાંક ને ક્યાંક…. આપણે સૌ તેમાં સંકળાયેલા છીએ… સમાયેલ છીએ…સહયોગી છીએ.રજવાડાના એકત્રીકરણના સરદાર વલ્લભભાઈ પટેલના સંન્નિષ્ઠ પ્રયાસમાં રાજાઓનો વિશ્વાસ અને ગાંધીજીની ભારત છોડો હાકલને જનસમર્થન એ પણ સામાજીક સહકાર છે, તેથી જરૂર કહી શકાય કે સહકાર અજન્મા છે.
ભારતની સહકારી પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવેલ છે, જેના મૂળ અને સંસ્કૃતિ આર્થિક પધ્ધતિમાં જોડાયેલ છે. કૌટિલ્યના અર્થશાસ્ત્ર પ્રમાણે જોઈએ તો ગામડાઓનું નાણાંકીય માળખું સહકારી માળખાની પ્રતિતિ કરાવે છે, રોજગાર પુરો પાડે છે, કૌટુંબિક અને સામાજિક વિકાસમાં દાયિત્વ નિભાવે છે.ભારત સરકાર સહકારી નીતિને લોકભોગ્ય બનાવવા અને આ પ્રવૃત્તિને જન-જન સુધી પહોંચાડવા ઉપર ધ્યાન કેન્દ્રીત કરી આઝાદી બાદ દેશમાં પ્રથમ વખત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વમાં નવા સહકાર મંત્રાલય ની રચના તેનું પ્રતિબિંબ છે. અનુભવી સહકારી તેના તરીકે શ્રી અમિતભાઈ શાહ કેન્દ્ર સરકારમાં સહકાર મંત્રી તરીકે આ મંત્રાલય સંભાળી રહ્યા છે.નવા સહકાર મંત્રાલયની રચના બાદ “સહકાર થી સમૃદ્ધિ” સંકલ્પ સાથે દેશના સહકારી માળખામાં અનેકવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી છે. જેના આપણે સૌ સાક્ષી બની રહ્યા છીએ.
જુલાઈ ૨૦૨૪ માં અમેરિકા સ્થિત સંયુક્ત રાષ્ટ્ર સંઘ મુખ્યાલય ખાતે યોજાયેલ ICA (International Cooperative Alliance) ની બેઠકમાં ભારતના સહકારી પ્રતિનિધિમંડળ સાથે હું ઉપસ્થિત રહેલ. આ બેઠકમાં મારા સંબોધનમાં મેં ICAની ઈન્ટરનેશનલ કોન્ફરન્સ નું ઇફકોના યજમાન પદે ભારતમા આયોજન કરવા માટે નિમંત્રણ પાઠવેલ. જે ICA બોર્ડ દ્વારા મંજુર કરવામાં આવેલ.
132 વર્ષ પહેલાં સ્થાપિત ICAની ઈન્ટરનેશનલ કોન્ફરન્સ 107 દેશોના સહકારી અગ્રણીઓ ની ઉપસ્થિતિમાં ઇફકોના યજમાન પદેભારત મંડપમ, નવી દિલ્હી ખાતે યોજાઈ.આવાસમયે સહકારની વિવિધ સક્રિય જવાબદારીઓ વચ્ચે ભારતના યજમાન પદે યોજાયેલ ઈન્ટરનેશનલ કોન્ફરન્સનીવ્યવસ્થાઓ અનેજવાબદારીઓ વહન કરવાનો મને અવસર પ્રાપ્ત થયોતે મારા જીવનની ગૌરવની ક્ષણ છે.
ગત તા. ૨૫ નવેમ્બર નાં રોજ ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે યોજાયેલ ICAઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, ભૂટાનનાં પ્રધાનમંત્રી શ્રી શેરિંગ ટોબગે, ફિઝિનાઉપ પ્રધાનમંત્રી શ્રી મનોઆ કામીકામીકા, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ,ICA નાં અધ્યક્ષ શ્રી અરીઅલ ગ્વારકો તેમજ વિશ્વના ૧૦૭ દેશોના ૧૫૦૦ થી વધુ પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 2025 ના વર્ષને આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું અને કોન્ફરન્સનો શુભારંભ કરવામાં આવ્યો.
વિશ્વના અલગ અલગ દેશોમાંથી પધારેલા સહાકારી આગેવાનો સાથે ICAદ્વારા યોજાયેલ વિવિધ ચર્ચા સત્રો તેમજ પ્રતિનિધિ મંડળ સાથેની બેઠકોમાં વ્યક્તિગત રૂપે સૌને મળવાનો મને અવસર પ્રાપ્ત થયો. વિશ્વના અનેક દેશોનાં સહકારી આગેવાનો ભારતની સહકારિચળવળ વિષે જાણકારી મેળવવા માટે ઉત્સુક જણાતા હતા.વિશેષ દેશની પ્રમુખ સહકારી સંથાઓ સાથે કોઈ ને કોઈ સહકારી પ્રવૃત્તિ બાબતે જોડાવાની ઈચ્છા પણ વ્યક્ત કરી. મુલાકાતોમાં મને“વસુધૈવ કુટુમ્બકમ”ની ભાવનાનું પણ દર્શન થયું.
વિશેષ યાદ સાથે એક વાતનો પણ હું ઉલ્લેખ કરીશ કે વર્ષ ૧૯૯૫ માં એટલે કે આજથી ૩૦ વર્ષ પહેલા વસુંધરા – અમરેલી નામના એક ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિના સદ્હેતુ સાથે મેં સ્થાપના કરેલી. આ સંસ્થાના હેતુમાં એક હેતુ “વસુધૈવ કુટુમ્બકમ”ની ભાવના ને ચરિતાર્થ કરવાનો પણ હતો.સમગ્ર વિશ્વમાં એક જ કુટુંબની ભાવનાનો પ્રચાર અને પ્રસાર કરવો. આ ભાવનાની સમજ લોકોને આપવી સમગ્ર માનવ જાતની જ નહિ, પરંતુ સમગ્ર જીવ સૃષ્ટિ વચ્ચે પ્રેમભાવ વધે તેવા દિવ્ય કાર્યો કરવા નો હેતુહતો. એક સહકારી કાર્યકર્તા તરીકે આ કોન્ફરન્સના આયોજન અને વ્યવસ્થામાં સહભાગી થતા મને આ “વસુધૈવ કુટુમ્બકમ” ની ભાવનાનું સ્પષ્ટ દર્શન થયું. જે મારા જીવનની ગૌરવરૂપ ક્ષણ કહી શકાય.
ભારતનું સહકારી માળખું વિશ્વના અન્ય દેશોના વિકાસ માટે એક પ્રેરણાદાયી સહકારી માળખા તરીકે ઉભરી આવ્યું છે. આજે “સહકાર થી સમૃધ્ધિ” સંકલ્પ ભારત માંજ નહિ પરંતુ વિશ્વનાં અનેક દેશોમાં સ્વિકૃત બન્યો છે.ICAગ્લોબલ અધિવેશન પણ આ પ્રક્રિયાને વધુ ગતિ આપવા કેટલાક નીતિ વિષયક નિર્ણયો કરી ચુકેલ છે. જેમાં નીતિ અને ઉદ્યોગ સાહસિક ઈકો સિસ્ટમને સક્ષમ કરવી, સહકારી ઓળખને વધુ બળવતર બનાવવી, હેતુપૂર્ણ નેતૃત્વનું સંવર્ધન કરવું, સમાન સ્થિતિ સ્થાપકતા અને ન્યાયપૂર્ણ પ્રક્રિયાને આકાર આપવો. આ કોન્ફરન્સનાં સમાપન સમારોહમાં મેં મારા અધ્યક્ષીય ઉદ્બોધનમાં જણાવ્યું હતું કેસહકારી માળખાના માધ્યમથી વિશ્વમાં શાંતિપૂર્ણ અને રક્તવિહીન ક્રાંતિ શક્ય છે.(Cooperative is only alternative for Peaceful and Bloodless Revolution)ઉપસ્થિત વિશ્વના સહકારી નેતાઓ/પ્રતિનિધીઓએ એતાલીઓના ગડગડાટ સાથ આ વાત ને અનુમોદન આપ્યું હતું.
ઇફકોના યજમાન પદે નવી દિલ્હી ખાતેયોજાયેલ ICAગ્લોબલ કોન્ફરન્સભારતીય સહકારી માળખામાં, સહકારી પ્રવૃતીની યશોગાથામાં સફળતાનું વધુ એક મોરપીંછ ઉમેરી સાંસ્કૃતિક કાર્યક્રમસાથેકોન્ફરન્સનું સમાપન થયું. ભારતના મહેમાન બનેલા વિશ્વના વિવિધ દેશોના પ્રતિનિધિઓ કોન્ફરન્સના સમાપન બાદ દિલ્હીશહેર, સંસદ ભવન, સ્ટેચ્યુ ઓફ યુનિટી (નર્મદા- ગુજરાત), તાજમહેલ (આગ્રા), વારાણસી, જયપુરનાં પ્રવાસ માટે પ્રસ્થાન કરેલ.
Recent Comments