પર્યાવરણ શિક્ષણ અને મૌસમ પરિવર્તન ક્ષેત્રે અવિસ્મરણીય યોગદાન બદલ પર્યાવરણ મિત્રના વરિષ્ઠ કાર્યકર ડૉ. ફાલ્ગુની જોષીને ગુજરાત સરકારના ક્લાયમેટ ચેઈન્જ વિભાગ દ્વારા મહિલા સશક્તિકરણ કેટેગરીમાં પ્રથમ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. આ સન્માન વર્ષ 1997થી ટકાઉ ભવિષ્ય નિર્માણ માટે સતત કાર્યરત પર્યાવરણ મિત્રની સફરને પણ ઉજાગર કરે છે.
ગ્રીન કૅટાલિસ્ટ – યુવા ક્ષમતા વિકાસ કાર્યક્રમ હેઠળ પર્યાવરણ મિત્ર યુવા પેઢીને પર્યાવરણને લગતા પ્રશ્નોમાં કુશળતા વિકસાવવા, સમાજમાં પ્રેરણા જગાવવા અને નેતૃત્વ નિર્માણ તરફ દોરી રહ્યું છે. આ કાર્યક્રમ દ્વારા અનેક યુવાનોને સ્થાનિક સ્તરે મૌસમ પરિવર્તનના ઉકેલ શોધવા માટે પ્રોત્સાહન મળી રહ્યું છે. પર્યાવરણ મિત્ર આ સન્માન બદલ આભાર વ્યક્ત કરે છે અને ભવિષ્યમાં પણ એક પર્યાવરણ જાગૃત અને સ્થિર સમાજ નિર્માણ માટે પ્રતિબદ્ધ છે.

















Recent Comments