ડૉ. તુષારભાઈ ચૌધરીએ સભાને સંબોધિત કરતા જણાવ્યું કે આદિવાસી સમાજ સાથે સતત અન્યાય થઈ રહ્યો છે. ડાંગ, સાપુતારા અને આસપાસના વિસ્તારોમાં સરકારના દાવાઓ કાગળ પૂરતા છે, હકીકતમાં લોકો શિક્ષણ, આરોગ્ય અને રોજગાર જેવી મૂળભૂત સુવિધાઓ માટે તરસી રહ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટી આદિવાસી વિસ્તારોના હક માટે દરેક સ્તરે લડત આપશે અને આ વિસ્તારોનો સર્વાંગી વિકાસ એજ કોંગ્રેસનો સંકલ્પ છે.
શ્રી અમિતભાઈ ચાવડાએ જણાવ્યું કે ભાજપ સરકારની
ગરીબ આદિવાસી વિરોધી નીતિઓ દ્વારા આદિવાસી સમાજનો જે અધિકાર છે એ છીનવી લેવામાં આવે છે એ આક્રોશ આજે જન આક્રોશ સભામાં વ્યક્ત પણ થઈ રહ્યો છે અને માટે આજે પૂર્વ ધારાસભ્ય મંગળભાઈ ગાવીત સાથે મોટી સંખ્યામાં ભાજપ છોડીને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સભ્યો સહિત કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે તેમની એક જ ફરિયાદ છે એક જ આક્રોશ છે કે આ સરકાર ગરીબ વિરોધી સરકાર છે આ સરકાર ભ્રષ્ટાચારી સરકાર છે આ સરકાર આદિવાસી વિરોધી સરકાર છે.
તમામ લોકોની ફરિયાદો છે કે આદિવાસી વિસ્તારમાં ચારે તરફ ભ્રષ્ટચાર ચાલે છે મોટા પ્રમાણમાં સરકારી કચેરીઓમાં કમિશન લેવાય છે ખાસ કરીને મનરેગા યોજનામાં 10 ટકા કમિશન એડવાન્સમાં માંગવામાં આવે છે મનરેગામાં ઠેર ઠેર દરેક ગામમાંથી સરપંચ, લાભાર્થીઓ પાસેથી કમિશન લેવાય છે અને એ પણ ધારાસભ્યના નજીકના સગાઓ દ્વાર લેવામાં આવે છે તદુપરાંત નલ સે જલ યોજનામાં પણ મોટું કમિશન લેવાય છે.
જળ, જંગલ, જમીન અધિકારના કાયદા હેઠળ જે પેન્ડિંગ દાવાઓ છે એનો હજુ સુધી નિકાલ થતો નથી આદિવાસી વિસ્તારમાં શાળાઓ બંદ થઈ રહી છે બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે અને જ્યાં સ્કૂલો છે ત્યાં પૂરતો સ્ટાફ નથી જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં પૂરતા ડોક્ટર અને અન્ય સ્ટાફ નથી દવાઓ નથી ચારે તરફ શિક્ષણ હોય આરોગ્ય હોય,રોજગાર હોય કે વિકાસ હોય બધા જ ક્ષેત્રે લોકો આજે હેરાન પરેશાન છે ભાજપના મળતીયાઓ ખુલ્લેઆમ લૂંટ ચલાવી રહ્યા છે લોકોને સરકારી યોજનાના લાભથી વંચિત રાખવામાં આવે છે.
એક તરફ ભાજપ સરકારે હાલમાં વિકાસ સપ્તાહ ઉજવ્યો આખા ગુજરાતમાં જનતાના પરસેવાના ટેક્સના પૈસાથી વિકાસ સપ્તાહના નામે સરકારે તાયફ કર્યા ઉત્સવ ઉજવ્યા અને બીજી તરફ આજે મંત્રીઓના રાજીનામાં લેવાય આવતીકાલે નવા મંત્રીઓ બનશે તો 50 ટકા કરતા વધારે જે ચાલુ મંત્રીઓ છે એને ઘરભેગા થવાનો વારો આવવાનો છે.
મુખ્યમંત્રી જણાવે કે મંત્રીના રાજીનામાં અધવચ્ચે શુ કામ લેવામાં આવે છે ? 5 વર્ષ માટે પ્રજાએ તમને સરકાર બનાવવા મેન્ડેટ આપ્યો છે પુરી બહુમતી આપી છે છતાં તમારે અઢી વર્ષે મંત્રીઓના રાજીનામાં લેવા પડે છે એનો મતલબ તમારા મંત્રીઓ ભ્રષ્ટાચારી છે તમારી સરકાર લોકોની અપેક્ષાઓ સંતોષવામાં સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવામાં તમારા વહિવટમાં સદંતર નિષ્ફળ ગઈ છે અને આખી સરકાર ખાડે ગઈ છે અને એના કારણે તમારા મંત્રીઓના રાજીનામાં લેવા પડે છે કાલે એક એક મંત્રી કે જેનો ફરી મંત્રીમંડળમાં સમાવેશ ના કરવામાં આવે તેનું કારણ સરકાર જણાવે કે કેમ કાઢી મુક્યા કેમ અધવચ્ચે રાજીનામાં લીધા કેમ ઘેર ભેગા કર્યા એવો તો શું ગેર વહીવટ કર્યો હતો એવો તો શું ભ્રષ્ટાચાર કર્યો હતો?
બચુભાઈ ખાબડ જેવા મંત્રીના ભ્રષ્ટાચારના દાખલા તો પબ્લિક સામે છે અને હવે બીજા કેટલાક અન્ય મંત્રીઓ છે જે પડતા મુકાવાના છે એમના ભ્રષ્ટાચાર એમના ગેરવહીવટના શુ છે કે એમને અધવચ્ચે થી કાઢી મૂકવામાં આવી રહ્યા છે ? એનો પુરાવો અને એનો જવાબ પણ સરકારમાં બેઠેલા મુખ્યમંત્રી આપે એ ગુજરાતની પ્રજા સરકાર પાસે પ્રશ્ન પૂછી રહી છે.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા ડૉ, તુષારભાઈ ચૌધરી, ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી સ્નેહલ ઠાકરે, ધારાસભ્ય શ્રી અનંત પટેલ, ST સેલના ચેરમેન શ્રી રાજુભાઈ પારધી વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી કિશનભાઈ પટેલ, તાપી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી વૈભવભાઈ ગામીત, પૂર્વ ધારાસભ્યો તેમજ જિલ્લા તાલુકા ના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.


















Recent Comments