ભાવનગર

લોકનિકેતન સંસ્થા બેલામાં આગામી સોમવારે યોજાશે ચતુર્વિધ કાર્યક્રમ 

શ્રી લોકનિકેતન સંસ્થા બેલામાં આગામી સોમવારે ચતુર્વિધ કાર્યક્રમ યોજાશે. કેન્દ્રીય મંત્રી શ્રી નિમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને વિવિધ સન્માન, ઉદ્ઘાટન અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

ભાવનગર જિલ્લાની જાણીતી શ્રી લોકનિકેતન સંસ્થા બેલામાં આગામી સોમવારે વિવિધ સન્માન, ઉદ્ઘાટન અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચતુર્વિધ કાર્યક્રમનાં અધ્યક્ષ સ્થાને કેન્દ્રીય મંત્રી શ્રી નિમુબેન બાંભણિયા રહેશે. ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ અને જિલ્લા શિક્ષણાધિકારી શ્રી હિતેન્દ્રસિંહ પઢેરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાશે.

ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષ નવનિયુક્ત અધ્યક્ષ શ્રી દિગ્વિજયસિંહ ગોહિલનું વિશેષ સન્માન, સંસ્થાનાં પોષક વિસ્તારનાં નવનિયુક્ત સરપંચો નું સન્માન, જીવામૃત ધનજીવામૃત એકમનું ઉદ્ઘાટન અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

સંસ્થા પરિવારનાં શ્રી મનહરભાઈ ઠાકર, શ્રી અરવિંદભાઈ ડાખરા અને શ્રી જીજીભાઈ ચૌહાણ સાથે કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ દ્વારા આયોજન સંકલન રહ્યું છે.

Related Posts