ગુજરાત

પ્રતિબંધિત કાચના પાવડરનો જથ્થો ઝડ્‌પાયો, ૧ આરોપીની ધરપકડ કરવામાંઆવી

રાજ્યમાં દોરી માંજવામાં વપરાતા પ્રતિબંધિત કાચના પાવડરને લઇ પોલીસ સતર્ક, વડોદરા પોલીસે કરી ૧ની ધરપકડ ઉતરાયણ પર્વ નજીક આવતાં દોરી માંજવામાં વપરાતા પ્રતિબંધિત કાચના પાવડરનો ઉપયોગ રોકવા માટે વડોદરા પોલીસે કડક પગલાં ભર્યા છે. ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ અભિયાન શરૂ કર્યું છે. તાજેતરમાં જ ચોખંડી વિસ્તારમાં પોલીસે ચેકિંગ દરમિયાન મિતુલ રંગવાલા નામના શખ્સને અંદાજિત ૩૫ કિલો કાચના પાવડર સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, કાચના પાવડરનો ઉપયોગ કરીને બનાવેલી દોરીથી પક્ષીઓ અને માનવીઓને ઇજા થવાની ઘટનાઓ વધારે બનતી હોય છે. આવા પ્રકારની દોરીનો ઉપયોગ પ્રતિબંધિત છે. પોલીસે આ પ્રકારના ગેરકાયદેસર ધંધા પર નજર રાખીને કડક કાર્યવાહી કરશે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Related Posts