અમરેલી

ચલાલાથી ગરમલી જવાના રસ્તે કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

પોલીસે ગેરકાયદેસર દારૂની હેરાફેરી રોકવા માટે હાથ ધરેલી ઝુંબેશ અંતર્ગત એક મોટી સફળતા મેળવી હતી. બાતમીના આધારે પોલીસે દમણ-દીવ વિસ્તારમાંથી લાવવામાં આવતો ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડ્‌યો અને એક આરોપીની ધરપકડ કરી હતી. ઘટનાની વિગતો અનુસાર, અમરશીભાઇ ગોવિંદભાઇ દાફડા તેના હવાલાવાળી કારમાં ગેરકાયદેસર રીતે વગર પાસ-પરમીટે દારૂની હેરાફેરી કરી રહ્યો હતો. ચલાલાથી ગરમલી જવાના રસ્તે હુડકો-૨ની પાછળ પોલીસે આ કારને આંતરીને તલાશી લેતા, તેમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિવિધ બ્રાંડની ૪૪ બોટલ, એક મોબાઈલ, કાર મળી કુલ ૬,૨૬,૯૧૪ નો મુદામાલ જપ્ત કર્યો

Related Posts