અમરેલી

વંડાની પી.પી.એસ.હાઈસ્કૂલમાં ધોરણ ૧૦ની પરીક્ષાલક્ષી ક્વિઝ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું

ગત રોજ વંડા ની પી.પી.એસ.હાઈસ્કૂલ માં શાળાના ભૂતપૂર્વ ગ્રંથપાલ જી. એ. બદામીભાઇએ શાળાને  અર્પણ કરેલ ફંડ માંથી ખૂબ જ જ્ઞાન સભર ધોરણ ૧૦ની પરીક્ષાલક્ષી ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૧૦ ના ગુજરાતી, અંગ્રેજી, ગણિત,સામાજિક વિજ્ઞાન અને સંસ્કૃત વિષયો પર સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા સિલેકશન કરી Rapid Fire Round,Pop Quiz,Mixed Bag,The Big Brain Round, Quick Thinkers વિગેરે રાઉન્ડની ક્વિઝ કોમ્પિટિશન નું રસપ્રદ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાંથી ૧૦ વિદ્યાર્થી ભાઈ બહેનોની પસંદગી કરી તેમને “ ભક્ત નરસૈયો, કૌટિલ્ય, ડો.અબ્દુલ કલામ, કલામ,આર્યભટ્ટ અને બર્નાડ શો જેવા” પાંચ ગ્રુપ માં વિભાજીત કરવામાં આવેલ તેમાં વઘાસીયા પ્રિયાંશી,બાવળિયા અસ્મા,સોલંકી ખુશી, વાળદોરીયા, નૈના,વાંક મહેશ્વરી,નાગહ રેન્સી,પરમાર મયુરી, સાકરીયા શિવાંગી, ધાખડા મિનલ, બોરીચા સંજના,ખટાણા ગોપી, અને વડેચા કિંજલ એ ભાગ લીધો હતો.સ્પર્ધાના નિર્યાણકોમાં જજ તરીકેની ભૂમિકા પ્રવીણભાઇ ઝીંઝુવાડીયા તેમજ જગજીવનભાઈ ગજેરા નિભાવી હતી. સાથે ભારતીય સંસ્કૃતિના સનાતન ધર્મના મહાન ગ્રંથ રામાયણ અને મહાભારતની ઓડિયન્સ પ્રશ્નોત્તરી સ્પર્ધા નું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રોહીતભાઇ ઓઝા તેમજ પ્રહલાદભાઇ ચૌહાણે એ સંભાળ્યું હતું. પ્રથમ ક્રમે બર્નાડ શો ગ્રુપના વાંક મહેશ્વરી,નાગહ રેન્સી બહેનો પ્રથમ વિજેતા બન્યા હતા. ક્વિઝના વિજેતા ગ્રુપ ને શ્રીજી સ્ટેશનરી વંડા તેમજ જી.એ.બદામી ભાઈ તરફથી વિવિધ ઇનામો તેમજ કર્મયોગ ગ્રુપ દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Related Posts