અમરેલી

સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી સેવા સંન્યાસ આશ્રમ બગસરા ખાતે  સત્સંગ સમારોહ, રક્તદાન કેમ્પ અને ભોજન પ્રસાદનો ત્રિવેણી સંગમ યોજાયો..

પ્રાતઃ સ્મરણીય સદગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી સેવા સંન્યાસ આશ્રમ બગસરા ખાતે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનોએ રક્તદાન કરી માનવતાના સેવાયજ્ઞમાં યોગદાન આપેલ. સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતી દ્વારા સત્સંગ પ્રવચન કરવામાં આવેલ. ત્યારબાદ ઉપસ્થિત તમામ લોકો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલ. જેમાં બહોળી સંખ્યામાં સત્સંગી ભાઈઓ, બહેનો, બાળકો ઉપસ્થિત રહ્યા હતા. ટીંબી ખાતે વિનામૂલ્યે સારવાર આપતી સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી માનવ સેવા હોસ્પિટલના લાભાર્થે આયોજિત રક્તદાન કેમ્પમાં સર તખ્તસિંહજી હોસ્પિટલ ભાવનગરની ટીમે સહયોગ આપેલ હતો.

Related Posts