અમરેલી

સાવરકુંડલા પ્રિયાંશી સ્કૂલ ખાતે ધોરણ 5થી 8ના વિધાર્થી ઓનો વિજ્ઞાન મેળો યોજાયો.

સાવરકુંડલા જેસર રોડ ખાતે આવેલ નવ નિર્માણ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલીત આર.કે. વિધાલય અને પ્રિયાંશી પ્લે હાઉસ ખાતે ધોરણ 5થી 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓ બહેનો નો વિજ્ઞાન મેળા યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લઈને વિજ્ઞાન ના વિવિધ પ્રયાગો રજૂ કર્યા હતા.
સાવરકુંડલા ની આર.કે. વિધાલય અને પ્રિયાંશી પ્લે હાઉસ ખાતે આજના વિજ્ઞાન અને ટેકનોલોજી ના યુગમાં વિદ્યાર્થી બાળકોને નાનપણ થીજ અવનવા પ્રયોગો દ્વારા વિજ્ઞાન શૈત્રે રૂચી વધે અને શિક્ષણ આપવામાં આવી રહ્યુંછે જેમાં ધોરણ 5થી 8ના વિદ્યાર્થીઓએ વિધુત નું સુવાહક અને અવાહક, હવામાં ઓક્સિજન ની હાજરી, જળતરંગ, સોલાર સિસ્ટમ દ્વારા વીજળી ની બચત, જવળામુખી ઉત્પન્ન થવાના કારણો, પવન ચક્કી દ્વારા વીજળી ઉત્પન્ન કરવી, ચંદ્રયાન 3 તથા મનુષ્ય નું પાચન તંત્ર, ગ્લોબલ વોર્મિંગ વગેરે જેવા વિજ્ઞાન ના પ્રયોગો વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા આતકે નવનિર્માણ એજયુકેશન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી રાજેશભાઈ આસનાણી, પ્રિયાંશી પ્લે હાઉસ અને આર. કે. પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ કોમલબેન આસનાણી, ધોરણ 5 થી 8ના શિક્ષિકા રાધીકાબેન જેઠવા, નિધિબેન પીઠડીયા, નિશાબેન જોશી વગેરે શૈક્ષણિક સ્ટાફ દ્વારા વિદ્યાર્થી ઓને માર્ગદર્શન આપી વિજ્ઞાન મેળા ને સફળ બનાવ્યો હતો આ વિજ્ઞાન મેળાના પ્રયોગો નિહાળવા શાળાના વિદ્યાર્થી ભાઈઓ બહેનો વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિજ્ઞાન ની અલગ અલગ કૃતિઓ નિહાળી તેમની સમજણ મેળવી હતી તેમ ધોરણ ત્રણના વિદ્યાર્થી યુગગીરી ગોસ્વામી ની યાદી જણાવેલ.

Related Posts