અમરેલી

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ સાવરકુંડલામાં તારીખ ૫-૨-૨૬ના રોજ મેન્ટલ હેલ્થ ક્લબ તથા વુમન સેલ દ્વારા એક સેમીનારનું આયોજન

આ સેમિનારમાં અમરેલી જિલ્લાના જાણીતા ડાયટીશીયન કુ. હેત્વીબેન ગઢીયાએ બહેનોમાં જોવા મળતી હેલ્થ  ને લગતી સમસ્યાઓમાં PCOD તથા PCOS વિશે માહિતી આપી હતી તેમજ બહેનો ને મેન્ટલ હેલ્થના સંદર્ભમાં અનેક પ્રકારના ઉપાયો સૂચવ્યા હતા તથા પોષક તત્વો શરીરમાં પાણીની માત્રા કેટલી જરૂરી છે અને શારીરિક અને માનસિક તંદુરસ્તી જાળવવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમમાં કાર્યકારી આચાર્ય શ્રી ચાવડા સાહેબે સંકલન કર્યું હતું કાર્યક્રમનું સંચાલન ડૉ પ્રતિમા શુક્લએ કર્યું હતું આ કાર્યક્રમમાં કે. કે. હાઈસ્કૂલ માંથી શ્રી નૂતનબેન ચૌધરી તેમની વિદ્યાર્થીનીઓ સાથે પધાર્યા હતા આ કાર્યક્રમમાં મહિલા કોલેજ તથા કે કે હાઈસ્કૂલ ની બહેનો જોડાઈ હતી પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નું આભાર દર્શન ડો રૂકશાનાબેન કુરેશીએ કર્યું હતું સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સંપૂર્ણ સ્ટાફ મિત્રોનો સહયોગ મળ્યો હતો

Related Posts