શ્રી કુંડલા તાલુકા ગ્રામ સેવા મંડળના આધ્યસ્થાપકો સ્વ. અમુલખભાઈ ખીમાણી, સ્વ. લલ્લુભાઈ શેઠ, સ્વ. કેશુભાઈ ભાવસારના શરૂઆતના બે દસકા સુધી પૂનમ મીટીંગમાં માર્ગદર્શન મળ્યું, આ રાહબર ત્રિપુટીને વંદન સાથે બે દશકા સુધી સ્વ. નીમુબેન શેઠ, સ્વ. મનુભાઈ મહેતા અને સ્વ. હર્ષદભાઈ ત્રિવેદીનું માર્ગદર્શન પૂનમ મીટીંગમાં મળતું રહ્યું. આ પૂનમ મીટીંગના કાર્યને આગળ ધપાવી શકીએ તે ધ્યાને રાખીને આ વખતે પૂનમ મીટીંગ શરદ પૂર્ણિમાંના દિવસે ખડસલી મુકામે આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમના મુખ્ય મહેમાન ડૉ. વી. પી. ચોવટિયા (કૃષિ યુનિવર્સીટી જુનાગઢના કુલપતિશ્રી) અને ડૉ. પી. કે. શુક્લાજી (ચીફ સ્પેશિયલ પ્રોજેક્ટ-પીડીલાઈટ) આ કાર્યક્મમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપેલ. આ કાર્યક્મનું અધ્યક્ષ સ્થાન મુ. શ્રી હિંમતભાઈ ગોડા (શ્રી કુંડલા તાલુકા ગ્રામ સેવા મંડળ અને સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ રાજકોટના પ્રમુખ) સંભાળેલ. ડૉ. રાજેન્દ્રભાઈ ખીમાણી (શ્રી કુંડલા તાલુકા ગ્રામ સેવા મંડળના મંત્રી-લોકભારતી યુનિવર્સીટીના કુલપતિ) અને શ્રી રાજેશભાઈ પટેલ (ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન કળસારના મેનેજર) આ મીટીંગમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો શુભ પ્રારંભ સુંદર પ્રાર્થનાથી કરવામાં આવેલ. આ પ્રાર્થના પણ પ્રાકૃતિક વારસાની સુંદર મજાના ગાન સાથે લોકશાળા ખડસલીની બાળા દ્વારા રજૂ કરવામાં આવેલ.. ત્યારબાદ મહેમાનોનું કંકૂ ચોખા, સૂતરની આંટી અને પુષ્પગુચ્છ દ્વારા ખડસલીની બાળાઓ દ્વારા સસ્નેહ સ્વાગત કરવામાં આવેલ
ત્યાર બાદ ખડસલી લોકશાળાના આચાર્ય નાનજીભાઈ મકવાણાએ ખડસલી સંદર્ભે થોડી રસપ્રદ વાતો કરી આ સંદર્ભે સ્વ. મનુભાઈ મહેતાના યોગદાનને યાદ કરવામાં આવેલ.. ખડસલી લોકશાળાએ ગાંધી વિચારનું વટવૃક્ષ બનેલ લોકશાળા ખડસલીનું વાતાવરણ સંપૂર્ણ શુધ્ધ સાત્વિક અને સજીવ ખેતી સાથે સંકળાયેલા આ લોકશાળા ખડસલીનું યોગદાન માતબર છે. પર્યાવરણ સંદર્ભે વાતાવરણ ખૂબ દુષિત બની ગયું છે. આ કૃત્રિમતાના જીવનમાં ઝેર હવે સમગ્ર માનવજીવન જ નહીં સમગ્ર જીવસૃષ્ટિ માટે એક રેડ લાઇટ સમાન છે. પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટેનો પ્રયાસ હવે સમયની માંગ છે. ત્યારબાદ રાજેશભાઈ પટેલે પીડીલાઈટની પ્રવૃતિઓ બાબતે ખૂબ રસપ્રદ વાતો કરી હતી. છેલ્લા આઠ દસ વર્ષથી અઢીસો જેટલા ગામો સાથે જોડાયેલા છે. ખેડૂત માટે કૃષિ લક્ષી અભિગમ સંદર્ભે જાગૃતિ લાવવા માટે પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે પ્રયાસ કરે છે. ત્યારે હિંમતભાઈ ગોડાએ પીડીલાઈટનો પ્રાથમિક પરિચય આપવામાં આવેલ ત્યારબાદ ખડસલી લોકશાળાના સિનિયર શિક્ષક ગોવાભાઇ ગાગીયાએ ખડસલી લોકશાળાનો પ્રાકૃતિક ખેતી સંદર્ભે વાત કરી.. સજીવ ખેતીમાં ધીરજ જરૂરી છે. જો કે ઉત્પાદન શરૂ થયા પછી તેનું મબલખ ઉત્પાદન પ્રાપ્ત થાય છે.
રાણાભાઈ હડિયા, પ્રવિણભાઈ સુહાગીયા વગરે ખેડૂતોએ પોતાના પ્રાકૃતિક ખેતીના અનુભવનો શેર કર્યા. ત્યારબાદ ડાવરા સાહેબ દ્વારા કપાસનું મહત્વ સમજાવ્યું હતું. વિજ્ઞાન અને ધર્મ એક સાથે સંકલિત હોય તો જ કૃષિ સંદર્ભે વધુ લાભ મળે છે. જમીનમાં બેક્ટેરિયા હોય એ ખૂબ આવશ્યક હોય છે. રાસાયણિક ખાતરનો જોખમી ઉપયોગ ખેતી માટે જોખમકારક છે.
કાર્યક્રમના મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે હતાં, પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન, કૃષિને લગતા નવા નવા સંશોધન, ખેતી ઉત્પાદનનું મૂલ્યવર્ધન, કપાસ, મગફળી, ડુંગળી પાકોની માહિતી
ઉપરોક્ત મુદ્દાઓ કૃષિ વૈજ્ઞાનિકની મદદથી ખેડૂત શિબિરનું આયોજન તારીખ ૭-૧૦-૨૫ના રોજ સવારે ૯-૩૦ થી ૧-૩૦ ખડસલી ખાતે કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં વિનુભાઈ રાવળ, કાંતિદાદા પરસાણા, ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલાના રમેશભાઈ હિરાણી, પત્રકાર બિપીનભાઈ પાંધી પ્રકૃતિ પ્રેમી મંગળુભાઈ ખુમાણ, લાભભાઈ ત્રિવેદી, ખડસલી સરપંચ તેમજ ખડસલી આસપાસ વિસ્તારોના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષણ સંદર્ભે ખૂબ જ રસપ્રદ વાત ડો. રાજેન્દ્રભાઈ ખીમાણીએ ખૂબ સવિસ્તર વાત કરીએ જ્ઞાન એ અલગ વસ્તુ એ નોકરીનું સાધન સમજી બેઠા છે. હવે શિક્ષણમાં નોંધપાત્ર સુધારો. પોતાના વ્યવસાયમાં શિક્ષણ સંદર્ભ જ્ઞાન પીરસવું જુદા કૌશલ્ય શિખવવુ જરૂરી છે. હ્રદય શુધ્ધ નહિ હોય ત્યાં શિક્ષણ અર્થહીન છે. શિક્ષણને જીવનનું શિક્ષણ બનાવવું જરૂરી છે. અન્ન ભેગા એના મન ભેગા એ હવે નથી કારણકે આજની શિક્ષણ પધ્ધતિ વિભક્ત કુટુંબ માટે જવાબદાર છે. સૌથી મોટો શિક્ષક કુદરત છે. એ આપણે નથી શીખતાં. પ્રફુલભાઈ સેંજળીયાએ પણ ખૂબ મનનીય અને માર્મિક પ્રવચન કરેલ. પ્રાકૃતિક ખેતી તો આપણી પ્રાચીન પરંપરા હતી પરંતુ સમયની થપાટે ખેડૂતોને રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો બેફામ ઉપયોગે કૃષિ જગતમાં ઘણી નુકશાની પહોંચાડી છે. આપણી જમીન બહુમતી પાક ધરાવતી જમીન છે. જેટલી વનસ્પતિ જમીનમાં થાય તેને વીશ ટકા જ સૂર્ય પ્રકાશ જોઈએ. મિક્સ પાક પધ્ધતિ ખેડૂતોને સમૃદ્ધ થઈ શકે પ્રકૃતિ તરફ પાછા વળવાનો સમય આવી ગયો છે. મકાઈનો પાક સાથે અન્ય પાક વાવો. સાંપ્રત સમયમાં હવે પ્રાકૃતિક ખેતી જ જીવનને સમૃદ્ધ બનાવી શકે. આવતાં પાંચેક વરસમાં અસાધ્ય રોગના દર્દીઓની સંખ્યામાં અસાધારણ વધારો થશે. જીવન વિદ્યા નહીં શીખો ત્યાં સુધી નહી બચી શકો. છ કરોડનો ફ્લેટ હોય પરંતુ ખાદ્ય સામગ્રી રાસાયણિક પદાર્થો મિશ્રિત.. લોકભારતી જેવા શિક્ષણની જરૂરી છે. કંસ એટલે રાજસત્તા. ખેડૂતોનું ખૂબ શોષણ કરનાર રાજસત્તા તરફ અંગુલિનિર્દેશ કરીને હવે ગામડા તરફ પાછા ફરો એવી ખૂબ માર્મિક ટકોર પણ કરી હતી.
ત્યારબાદ હિંમતભાઈ ગોડાએ પૂનમ મિટિંગનું મહત્વ વિશે સવિસ્તર સમજ આપી હતી. અને હવે વર્ષમાં ચાર પૂનમ મિટિંગ યોજવાનું જાહેર કરેલઅંતમાં આભાર દર્શન હિરાભાઈ દિહોરાએ કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ માટે ભોજન પ્રબંધ કરવામાં આવેલ. એકંદરે માત્ર ખેડૂતો જ નહિ પરંતુ તંદુરસ્ત સમાજ અને પરિવાર જીવન જીવવાની અપેક્ષા રાખતા તમામ માટે આ કાર્યક્રમ ખૂબ પ્રેરણાદાયી રહેલ.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ખડસલી સેવા કેન્દ્રના હરેશભાઈ પંડ્યા,શ્રી ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશનના હિરાભાઈ દિહોરા, શ્રી કુંડલા તાલુકા ગ્રામ સેવા મંડળના હરેશભાઈ ત્રિવેદીએ ભારે જહેમત ઉઠાવી હતી.



















Recent Comments