ગીર સોમનાથના ઉના ખાતે એક અચરજ પમાડતી ઘટનાએ લોકોમાં ઉત્સુકતા જગાવી
ગીર સોમનાથ જિલ્લાનાં ઉના ખાતે એક અચરજ પમાડતી ઘટના બનવા પામી છે. અને આ ઘટના સમગ્ર સૌરાષ્ટ્રમાં ચર્ચાની એરણે ચડી છે ગીર સોમનાથ જિલ્લામાં ગણપતિ બાપાના ચમત્કારની અનોખી ઘટના સામે આવી છે. ગીર સોમનાથ જિલ્લાનાં ઉના ખાતે એક અચરજ પમાડતી ઘટનાએ લોકોમાં ઉત્સુકતા જગાવી છે. હાલમાં આ ઘટના સમગ્ર સૌરાષ્ટ્રમાં ચર્ચાની એરણે ચડી છે. ઉનાનાં ગિરગઢડા રોડ પર આવેલા જશરાજનગર ખાતે નિવૃત પ્રોફેસરનાં ઘરે એક પથ્થર છે જેમાં ભગવાન ગણપતિજી સાક્ષાત વસતા હોવાનું અને આટલુંજ નહીં આ ગણપતિજી લોકોનાં પ્રશ્નોના જવાબ આપતા હોવાનો કિસ્સો ચર્ચાસ્પદ બન્યો છે. થ્થરમાં સાક્ષાત ગણપતિજી બિરાજમાન ઉનાનાં નિવૃત પ્રોફેસર હેમેન્દ્રભાઈ ત્રિવેદી સાહેબના ઘરે એક ફૂટ જેટલો ઉંચો પથ્થર છે.આ પથ્થરમાં સાક્ષાત ગણપતિજી બિરાજે છે.
તેવું તેઓનું કહેવું છે. આટલુંજ નહીં જાે લોકોને શ્રદ્ધા હોય તો આ ગણપતિ લોકોનાં પ્રશ્નોનાં જવાબ પણ આપે છે અને પ્રશ્નોનું નિવારણ પણ કરે છેપ! ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું આ સાચું હશે..? પેલી ગઝલ પંક્તિની જેમપ’જાે શ્રદ્ધા હોય તો પુરાવાની જરૂર નથી, શાસ્ત્રોમાં ક્યાંયે ઈશ્વરની સહી નથી.’ આ ગણપતિ રૂપી પથ્થર ક્યાંથી ઉના આવ્યો ! કેવી રીતે આવ્યો ! શા માટે ચર્ચામાં આવ્યો ! વગેરે પ્રશ્નોનાં ઉત્તર આપતા ત્રિવેદી સાહેબ જણાવે છે કે, ‘અમારો આખો પરિવાર આધ્યાત્મિક ભાવના ધરાવે છે. એમાં પણ ખાસ કરીને ગણપતિજીમાં વિશેષ શ્રદ્ધા છે.’ ગણપતિ દાદાને પરિવારે કરી પ્રાર્થના ગત ઓગષ્ટ માસમાં ત્રિવેદી સાહેબ તેનો પરિવાર અને કેટલાક મિત્રો રાજપીપળા પાસે આવેલા ઉંબા ગામે ગણપતિજીના દર્શને ગયા હતા.
અવર નવાર તેઓ ત્યાં દર્શને જતા.આ વખતે સૌએ પ્રાર્થનાં કરીકે, હે દાદા આપ અમારે ત્યાં સૌરાષ્ટ્રમાં પધારોપ’ ગણપતિજીએ પ્રાર્થનાં સાંભળી અને ત્રિવેદી સાહેબ સાથે રહેલા તેઓના મિત્ર ભાવેશભાઈ મેવાડાને ગણપતિજીએ આધ્યાત્મિક માનસીક સંદેશા વડે કહ્યુંપ ‘હું જરૂર આવીશપમને લેવા આવવાની જરૂર નથી.’ બે મહિના બાદ ભાવેશભાઈને સ્વપ્નમાં ગણપતિ આવ્યા અને સ્થળ દર્શાવ્યું તે ઉનાનાં તપોવન પાછળ મચ્છુન્દ્રી નદીમાં ચોક્કસ જગ્યા બતાવી. ત્રિવેદી સાહેબને ગણપતિજીએ દિવ્ય દ્રષ્ટિ આપી અને મચ્છુન્દ્રી નદીમાં જે જગ્યાએ જે પથ્થર હતો તે લઈને તેનું પૂજન કરવા કહ્યુંપતે જ આ જવાબ આપતા ગણપતિ.
સમગ્ર સૌરાષ્ટ્રમાં કુતુહલ ગણપતિજીની મૂર્તિ સ્વરૂપ આ પથ્થરનું વજન અંદાજીત ૯ થી ૧૦ કિલો જેટલુંહશે.આ ગણપતિને ભાવથી શ્રદ્ધા પૂર્વક કોઈ પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે તેઓ જાે જવાબ આપવા ઈચ્છતા હોય તો હળવા થઈ જાય અને ન આપવા ઈચ્છતા હોય તો ભારે થઈ જાય છે.એક સેકન્ડમાં પથ્થર પોતાનું વજન બદલે અને તે પણ ત્રણ ગણું તે આશ્ચર્યજનક ઘટના ગણી શકાય. ત્રિવેદી સાહેબ આ પથ્થરને કહે ‘દાદા આ વાત સાચી હોય અથવા તો અમુક ઘટના બનવાની હોય તો આપ હળવા અથવા ભારે થઈ ચોંટી જાઓ..’ ત્યારે જાે ગણપતિ સ્વરૂપ આ પથ્થર જવાબ આપવા ઈચ્છતો હોય તો તે હળવો બની પ્રશ્ન પૂછનાર માટે હળવા બની જાય છે અને પ્રશ્ન પૂછનાર આ પથ્થર સહેલાઈથી ઉંચકી શકે છે. અને બીજી જ સેકન્ડે દાદાને કહેવામાં આવે કે દાદા આ ઘટના જાે ન બનવાની હોય તો આપ ચોંટી જાઓ..ત્યારે આ પથ્થર સ્વરૂપ મૂર્તિ એકદમ ભારેખમ બની જાય છે
અને ઉંચકી શકાતી નથી.આ ઘટનાએ જ સમગ્ર સૌરાષ્ટ્રમાં કુતુહલ સાથે આશ્ચર્ય જગાવ્યું છે. લોકો પૂછે છે પ્રશ્નો અને મળે છે જવાબ ઉનાનાં જશરાજનગર ખાતે નિવૃત પ્રોફેસરનાં ઘરે લોકોના પ્રશ્નોના જવાબ અને નિરાકરણ આપતા ગણપતિજી પધાર્યા છે તે જાણી અનેક લોકો આ મૂર્તિ સ્વરૂપ પથ્થરના દર્શને આવે છે.પોતાના દુઃખ દર્દ અને પ્રશ્નો રજૂ કરે છે.જે લોકો શ્રદ્ધાથી અને ભાવથી પોતાના પ્રશ્નો રજૂ કરે છે તે સંદર્ભે ત્રિવેદી સાહેબ આ ગણપતિ સ્વરૂપ પથ્થરને હળવા થવા અથવા ચોંટી જવા પ્રાર્થના કરે છે.અને આ પથ્થર સેકંદોમાં હળવો અથવા અતિભારે થઈ જઈ શ્રદ્ધાળુઓ ના પ્રશ્નોના જવાબ આપે છે.સેંકડો લોકોમાં આના કારણે આસ્થા વધી છે તો કેટલાક લોકોને આ ઘટનામાં વિશ્વાસ બેસતો નથી.અત્યાર સુધીમાં અનેક લોકો પોતાની શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આ ગણપતિ સ્વરૂપ પથ્થરનો ચમત્કાર જાેઈ અભિભૂત થયા છે.અને દૈવી તત્વમાં માનવા લાગ્યા છે.લોકો કહે છે કે આ પથ્થરમાં પ્રાણ છે.સાક્ષાત ગણપતિ આમાં વસેલા છે.અમે આ ઘટનાની પુષ્ટિ કરતા નથી કે નથી અમે અંધશ્રદ્ધાને સમર્થ આપતા.પરંતુ અહીં ઉનામાં જે કાંઈ ઘટના બની રહી છે તેનાથી દર્શકોને અવગત કરાવવાનો અમારો નમ્ર પ્રયાસ છે.
Recent Comments