fbpx
બોલિવૂડ

બિગ બોસમાં કેટલાક સ્પર્ધકોની ઘરની અંદરથી શરૂ થતી લવ સ્ટોરીનો કંઈક અનોખો ઇતિહાસ

બિગ બોસમાં કેટલાક સ્પર્ધકોની ઘરની અંદરથી શરૂ થતી લવ સ્ટોરીનો ઇતિહાસ છે. આ સિઝનમાં પણ કંઈક આવું જ જાેવા મળી રહ્યું છે. કરણવીર મહેરા અને ચમ ડરંગ વચ્ચેની બોન્ડિંગ કોઈનાથી છુપાયેલી નથી. અવિનાશ મિશ્રા અને ઈશા સિંહની મિત્રતા પણ કોઈનાથી છુપી નથી. અવિનાશે તો ત્યાં સુધી કહ્યું છે કે તે ઈશાને પસંદ કરે છે. હવે લાગે છે કે બિગ બોસ ૧૮માં બીજી લવ સ્ટોરી શરૂ થવાની છે. આ રજત દલાલ અને ચાહત પાંડેનું હોઈ શકે છે. બંનેની કેમેસ્ટ્રી જાેયા બાદ ચાહકોના મનમાં આ જ સવાલ ઉઠી રહ્યો છે. દેખીતી રીતે, વીકેન્ડ કા વાર પર, હોસ્ટ સલમાન ખાન ઘરના સભ્યોને કોઈને કોઈ ટાસ્ક આપે છે. આ વખતે રજત દલાલને કાર્ય સોંપવામાં આવ્યું હતું.

રસપ્રદ વાત એ છે કે ઘરમાં હંમેશા ઝઘડા કરતા અને કડક ઈમેજ ધરાવતા રજત દલાલના ચાહકો અને પરિવારના સભ્યોને એક નવો લુક જાેવા મળ્યો છે. બિગ બોસ ૧૮ ના ફેન પેજ પર એક પ્રોમો શેર કરવામાં આવ્યો છે, જે આગામી એપિસોડનો છે. આ પ્રોમોમાં રજત અને ચાહત પાંડે એકબીજા સાથે રોમેન્ટિક રીતે ડાન્સ કરતા જાેવા મળે છે. પ્રોમોમાં તમે જાેઈ શકો છો કે રજત દલાલ ચાહત પાંડે સાથે રોમેન્ટિક ગીત પર ડાન્સ કરી રહ્યા છે. ઘરના સભ્યો તેમની આંખો પર વિશ્વાસ કરી શકતા નથી અને તેનું પ્રદર્શન જાેઈને સીટી વગાડી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે બિગ બોસ ૧૮માં રજત અને કરણવીરને ડાન્સિંગ ચેલેન્જ આપવામાં આવી હતી. રજતે ચાહત સાથે ડાન્સ કરવાનો હતો, જ્યારે કરણવીરને એડન સાથે ડાન્સ કરવાનો હતો. ઘરના સભ્યો ઉપરાંત, ચાહકો પણ વિચારી રહ્યા હતા કે કરણવીર અને એડન ડાન્સિંગ ચેલેન્જ જીતી જશે, પરંતુ રજત અને ચાહતે તેમના રોમેન્ટિક ડાન્સથી બધાને ચોંકાવી દીધા. બંનેએ ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ના હિટ ગીત ‘તુમ ક્યા મિલે’ પર ડાન્સ કર્યો હતો. આ પ્રોમો જાેયા બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે રજત અને ચાહત વચ્ચે મિત્રતાથી આગળનો સંબંધ શરૂ થઈ શકે છે. સ્વાભાવિક છે કે રજત દલાલ અને ચાહત પાંડે વચ્ચે ખાટી-મીઠી મિત્રતા રહી છે. ક્યારેક બંને એકબીજાને સપોર્ટ કરે છે તો ક્યારેક બંને વચ્ચે સંઘર્ષ જાેવા મળે છે. બંનેની બોન્ડિંગ ફેન્સને પણ પસંદ આવી રહી છે. હવે આ પ્રોમો જાેયા પછી ચાહકો વીકેન્ડ કા વાર જાેવા માટે બેતાબ બની ગયા છે.

Follow Me:

Related Posts